Advertisement
Author: નોબત સમાચાર

કેનેડી બ્રીજનું ડાયવર્ઝન ધોવાઈ જતા રાહદારીઓ-વાહન ચાલકોને હાલાકીઃ રજૂઆતો

ખંભાળીયામાં ધોધમાર ર૭ ઈંચ વરસાદના કારણે

ખંભાળીયા તા. ૩: ખંભાળીયા ખામનાથ કેનેડી બ્રીજ પાસે ડાયવર્ઝન ર૭ ઈંચ વરસાદના કારણે ધોવાઈ જતાં તેની તત્કાલ મરામતની માંગ ઉઠી છે.

ખંભાળીયામાં ખામનાથ પાસે ૧ર૦ વર્ષ જુનો કેનેડી બ્રિજ જર્જરીત થઈ ગયો હોય જિલ્લા તંત્રના આદેશની આ પુલ રાહદારીઓ માટે પણ બંધ કરવામાં આવ્યો હતો જે પછી પાલિકા દ્વારા નીચે નદીના વિસ્તારમાં પાઈપો નાખીને પાણીના નિકાલની વ્યવસ્થા સાથે ડાયવર્ઝન કરવામાં આવ્યો હતો. પણ મોસમનો પહેલો જ વરસાદ ત્રણ રાઉન્ડમાં ર૭ ઈંચ જેટલો થઈ જતાં વરસાદી પાણી પૂરની આખો ડાયવર્ઝન ધોવાઈ જતાં આ રસ્તા પર માટી પણ હોય નીકળતા ટુવ્હીલર ચાલકો રોજ પડતા અકસ્માત સર્જાતો હોય તાકીદે નવો ડાયવર્ઝન બનાવવા માંગ કરાઈ છે.

કેનેડી બ્રીજ કરોડો રૂપિયાના ખર્ચે બનાવવા તો રાજ્ય સરકારે રકમ મંજુર કરી છે પણ ચૂંટણીઓને કારણે પ્રક્રિયા ના થતાં હજુ ટેન્ડરીંગ પ્રક્રિયા ચાલુ છે ત્યારે આ પૂલ બંધ હોય નજીકના લોકોને પોતાના ઘેર જવા પાંચ કિમીનો ફેરો કરીને સરકારી હોસ્પિટલ ચાર રસ્તા પાસેથી જવું પડતું હોય તથા ખંભાળીયાથી પોરબંદર તથા ભાણવડ જતા રસ્તાઓ પર જતાં વાહન ચાલકોને પણ પરેશાની થતી હોય. ખંભળીયાના અગ્રણીઓ હિતેન્દ્રભાઈ આચાર્ય, થારીયાભાઈ ગઢવી, આલાભાઈ ગોઝીયા તથા પંકજસિંહ બાબરીયા દ્વારા રજુઆતો કરવામાં આવી છે. કાંકરી મોરબ નાખીને રસ્તો રીપેરીંગ કરવા માંગ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh