Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી ગુજરાત રાજ્ય તરફથી મળેલ સૂચના અનુસાર જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ, ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ 'જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ' કાર્યક્રમ અંતર્ગત ગત્ તા. ર૯-૬-ર૦ર૪ ના જામનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ કલેક્ટર કચેરી જામનગરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં સંબંધિત વિભાગ અને કચેરીના અધિકારીઓ હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી હતી અને તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં કુલ ૮ પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જે તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. તેમ અધિક નિવાસી કલેક્ટર બી.એન. ખેર, જામનગરે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial