Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ લેવા
જામનગર તા. ૩: જામનગર જિલ્લાની ગૌશાળાઓ તથા પાંજરાપોળના સંચાલકોને નાયબ પશુપાલન નિયામક જામનગર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યની પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયલ ગૌશાળા તથા પાંજરાપોળમાં રાખાવમાં આવતા ગાય અને ભેંદ્બા વર્ગના પશુઓ માટે નિભાવ સહાયની મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના નાણાકીય વર્ષ ર૦ર૪-રપ માટે આઈ ખેડૂત પોર્ટલ પર મૂકવામાં આવેલ છે.
યોજનાના ઠરાવ તેમજ સરતો અને બોલીઓની વિગતો એપ્રિલ ર૦ર૪ થી જૂન ર૦ર૪ ના તબક્કાની સહાય માટે તા. ૧-૩-ર૦ર૪ સુધીમાં આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી લેવાની રહેશે.
ઓનલાઈન અરજી ન કરેલ લાભાર્થી સંસ્થાને તે તબક્કાની સહાય મળવાપાત્ર રહેશે નહીં. ઓનલાઈન કરેલ અરજીની પ્રિન્ટ આઉટ સાથે બિડાણમાં રાખવાના જરૂરી સાધનિક કાગળો બિડાણ કરી અચૂકપણે અરજી કર્યાના દિન ર૧ મા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયતની કચેરી, જામનગરને રજૂ કરવાના રહેશે. સદર ઓનલાઈન કરેલ અરજી તથા અરજીમાં બીડાણમાં જણાવેલ સાધનિક કાગળો સાથે જો લાભાર્થી દ્વારા નાયબ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયતમાં દિન ર૧ મા રજૂ ન કરે તો તે અરજી રદ્ કરવા પાત્ર રહેશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial