Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રપ વર્ષથી દર વરસે બે હજારથી વધુ રોપાઓનું વિતરણ
દ્વારકા જિલ્લાની અનેક શૈક્ષણિક સંસ્થાઓ પર્યાવરણ જાગૃતિ માટે કામ કરે છે તેમાં ખંભાળીયાની વિજય ચેરીટેબલ હાઈસ્કૂલ અનોખું કાર્ય કરે છે. આ શાળાના સ્થાપક તથા આચાર્ય હિતેન્દ્રભાઈ આચાર્યએ છેક ૧૯૮૭ ની પ્રતિ વર્ષ એકથી બે ટ્રેકટર રોપા જંગલ ખાતાની મદદથી સરકારી નર્સરીમાંથી વિદ્યાર્થીઓને મનગમતા લાવીને વૃક્ષારોપણ તથા વૃક્ષારોપા વિતરણ કાર્ય થાય છે. વર્ષોથી ૮૦ હજાર ઉપરાંતના રોપા વિતરણ કરીને આ શાળાના છાત્રો દ્વારા બેથી પાંચ રોપા પોતાના ઘેર, વાડી ખેતરમાં રોપેલા જેનો ૧૦ વર્ષ પહેલા સર્વે કરતા તે વખતે ૧પ હજાર રોપા વૃક્ષો બનીને ઉભેલાનું બહાર આવ્યું હતું. આ શાળામાં અભ્યાસ કરી ગયેલા છાત્ર પાંચ વર્ષ દરમ્યાન તેના ઘર પાંચ જેટલા વૃક્ષો હોય જ!! તાજેતરમાં આ શાળાની વૃક્ષારોપણ રોપા વિતરણની પરંપરા ચાલુ રાખીને આગળ વધારતા હાલના આચાર્ય કે.ડી. ગોકાણી તથા વૃક્ષારોપણ પ્રવૃત્તિના કન્વીનરો કનુભાઈ કણઝારીયા તથા અશોકભાઈ ભટ્ટ દ્વારા ટ્રેકટર ભરીને વૃક્ષના રોપા આ શાળાના છાત્રો તથા બાજુની નવીવાડી પ્રાથમિક શાળાના છાત્રોને આપવામાં આવ્યા હતાં. વૃક્ષરોપણ ઉછેરનું મહત્ત્વ તથા પર્યાવરણ જાળવણીમાં મદદરૂપ થવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial