Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરિયામાં જવા પર હાલમાં મૂકાયો છે પ્રતિબંધઃ
જામનગર તાલુકાના સિક્કાની જેટી પર ગઈકાલે માછીમારી કરીને દરિયામાંથી પરત આવેલા બે માછીમાર સામે પોલીસે જાહેરનામા ભંગ અંગે ગુન્હો નોંધ્યો છે. હાલમાં ચોમાસાના સમય દરમિયાન દરિયામાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જામનગર તાલુકાના સિક્કા ગામમાં આવેલા જેટી વિસ્તારમાં ગઈકાલે રાત્રે બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવી રહેલા પેટ્રોલિંગમાં દરિયામાંથી રજીસ્ટ્રેશન વગરની એક બોટ આવતી જોવા મળી હતી. તે બોટના ટંડેલ સિક્કા ગામના રસીદ કાસમ હુંદડાની પૂછપરછ કરાતા આ શખ્સ માછીમારી કરવા માટે દરિયામાં ગયો હોવાની વિગત જાણવા મળી છે. હાલમાં દરિયામાં માછીમારી માટે જવા સામે પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં આ શખ્સ તેનો ભંગ કરીને દરિયામાં ગયો હતો. પોલીસે તેની સામે જાહેરનામા ભંગ અંગે કાર્યવાહી કરી છે.
તે જ સિક્કાની જેટી પરથી ખંભાળિયા તાલુકાના સલાયા ગામના હુસેની ચોકમાં રહેતો જાવિદ હારૂન સંઘાર નામનો શખ્સ પણ જાહેરનામાનો ભંગ કરી દરિયામાં માછીમારી કરવા ગયો હતો તેની સામે પણ પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial