Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાથરસ દુર્ઘટના નજરે નિહાળનાર
લખનૌ તા. ૩: હાથરસ દુર્ઘટના વખતે ત્યાં હાજર લોકોએ જે કહ્યું તે હૃદયને હચમચાવી દે તેવું છે. આ લોકો અકસ્માત પછી તરત જ બસ દ્વારા ઘરે પરત ફર્યા હતાં. એક વ્યક્તિએ કહ્યું કે અમારા પહેલા બે લોકો મૃત્યુ પામ્યા હતા, અમે ભાગ્યશાળી છીએ કે અમે બચી શક્યા. તે મુજબ ભીડ હતી અને ઓછા પોલીસકર્મીઓ તૈનાત હતાં.
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે જ્યારે સત્સંગ સમાપ્ત થયો ત્યારે મહિલાઓ બાબાની કારની પાછળ તેમને મળવા દોડી હતી, ત્યારબાદ ભાગદોડ મચી ગઈ હતી. ભારે ભીડ અને ગરમી હતી. લોકો ઝડપથી બહાર નીકળવા દોડવા લગ્યા. જમીન પણ ભીની અને કાદવવાળી હતી. ઘણાં લોકો લપસી ગયા. જો વહીવટી તંત્રએ તૈયારી કરી હોત તો અકસ્માત ટાળી શકાયો હોત.
આ ઘટનામાં ઘણાં લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાથરસની જિલ્લા હોસ્પિટલમાં હાજર કુંવર પાલે જણાવ્યું કે તેમના સાડા ત્રણ વર્ષના ભત્રીજાનું મૃત્યુ થઈ ગયું છે. હજુ સુધી તેની માતાના કોઈ સમાચાર નથી. માતાની શોધમાં પરિવાર વિવિધ હોસ્પિટલોના ચક્કર લગાવી રહ્યો છે. કુંવર પાલે જણાવ્યું કે સાડા ત્રણ વર્ષનો ભત્રીજો તેની માતા સાથે ફંકશનમાં ગયો હતો. કુંવર પાલે કહ્યું કે બાબાએ આગળ આવવું જોઈએ, કારણ કે આટલો મોટો અકસ્માત થયો છે. લોકો મૃત્યુ પામ્યા. તેના પરિવારના સભ્યો ખૂબ જ ચિંતિત છે.
હાથરસમાં સત્સંગ બાદ થયેલી નાસભાગની ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો છે. બાબાના દરબારમાં લાશોનો ઢગલો હતો. થોડી જ વારમાં આખું સંકુલ સ્મશાન બની ગયું. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૧ર૧ થી વધુ લોકોના મોત થયા છે. આ સત્સંગનું આયોજન નારાયણ સાકાર હરિ નામના બાબા દ્વારા કરવામાં આવ્યું હતું. એક લાખથી વધુ લોકો બાબાના આશીર્વાદ લેવા પહોંચ્યા હતાં. કેટલાક પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બાબાએ પોતાની ચરણરજ સાથે લઈ જઈને જેને લગાવશે, તેના દુઃખ દર્દ દૂર થશે, તેવું કહ્યું હોવાથી તેઓની ચરણરજ લેવા પડાપડી થતા આ દુર્ઘટના સર્જાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial