Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં પાંચેક દિવસ વરસ્યા પછી મેઘા વિરામ

વરાપ નીકળતા ખેડૂતોને રાહતઃ

જામનગર તા. ૩: સતત પાંચેક દિવસ સુધી વરસાદ પછી ગઈકાલે મેઘરાજાએ વિરામ લીધો હતો. આથી ખેડૂતોમાં રાહતની લાગણી ફેલાઈ છે. ફક્ત અમુક સ્થળે ગઈકાલે ઝાપટાં વરસ્યા હતાં.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પાંચેક દિવસ સુધી સતત વરસાદ પછી ગઈકાલે મેઘરાજાએ વિરામ લીધો હતો. ખૂબ જ સારા વરસાદથી પાણી ભરાયા હતાં, પરંતુ ગઈકાલે મેઘરાજાએ વિરામ લીધો હોવાથી ખેડૂતોએ રાહત અનુભવી હતી. આજે પણ જિલ્લામાં ક્યાંય વરસાદ થયો નથી. સતત વરસાદથી ડુંગરાળ વિસ્તારમાં પાણીના ધોધ-ઝરણા જોવા મળતા નયનરમ્ય દૃશ્યો સર્જાયા છે.

અતિ મહત્ત્વના ગણાતા ઘી ડેમની સપાટી સાડાસાત ફૂટે પહોંચી છે, એટલે કે પાંચ ફૂટ નવા પાણીની આવક થવા પામી છે, તો સિંહણ ડેમમાં પણ પાંચ ફૂટ નવા નીરની આવક થતા સપાટી સાડાઆઠ ફૂટની થવા પામી છે. આવી જ સ્થિતિ જામનગર જિલ્લાની છે. ગઈકાલે સવારે જામનગર, જોડિયા અને જામજોધપુરમાં એકથી ચાર મી.મી.ના હળવા ઝાપટાં પછી આખો દિવસ મેઘરાજાએ વિરામ લીધો હતો અને ખેડૂતો વાવણી કાર્યમાં જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh