Advertisement
Author: નોબત સમાચાર

મહિલા જાગૃતિ કાર્યક્રમ યોજાયોઃ યોજનાકીય માર્ગદર્શન

જિલ્લા શ્રમયોગી કલ્યાણ બોર્ડ કચેરીમાં

જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન તળે જિલ્લા શ્રમયોગી કલ્યાણ બોર્ડ કચેરીમાં મહિલાઓ માટે જાગૃતિલક્ષી કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં કાયદાકીય સુરક્ષા, મહિલાઓને વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી ડીએચઈડબલ્યુની ટીમ દ્વારા આપવામાં આવી હતી. આ ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર, પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, મહિલા પોલીસ સ્ટેશન, ૧૮૧ મહિલા હેલ્પલાઈન, નારી અદાલત, મહિલા સુરક્ષા, વહાલી દીકરી યોજના જેવી વિવિધ યોજનાકીય માહિતી મહિલાઓને આપવામાં આવી હતી. આ સાથે મહિલા સ્વાવલંબન યોજનાની વિસ્તૃત માહિતી અપાઈ હતી અને મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત ૧પ જેટલા લાભાર્થીઓના અરજી ફોર્મ ભરવામાં આવ્યા હતાં. ઉક્ત કાર્યક્રમમાં ડીએચઈડબલ્યુ યોજનાના ડિસ્ટ્રીક્ટ કો-ઓડીનેટર અલ્પાબેન રાઠોડ, અસ્મિતાબેન કે. સાદિયા, પ્રાચી ચેરીટેબલ ટ્રસ્ટના સભ્ય કાજલબેન નાખવા અને ૬૦ જેટલા લાભાર્થી બહેનો હાજર રહ્યા હતાં, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh