Advertisement
Author: નોબત સમાચાર

હમ્માદ રઝા, મુફતિ કારી શકીલ અને સૈયદ ફૈઝાન મીયાનું જામનગરમાં આગમન

મોહર્રમ નિમિત્તે ભારતના ત્રણ મહાન આલીમ મુફતિ

જામનગર તા. ૩: આજથી લગભગ ૧૪૦૦ વર્ષ પહેલા હીજરીસન ૬૧મા મોહર્રમની દસમી તારીખે સિરિયાના સરમુખ્તાર મઝીદના જુલ્મી શાસન સામે, ઈસ્લામ મહાન પયંગમ્બરના મહાન દૌહિત્ર હઝરત ઈમામ હુશેને પોતાના કુટુંબીજનો સહિત ૭ર વફાદાર સાથીઓ સાથે માત્ર સત્યની હિફાઝત ખાતર કરબલાના મેદાનમાં મહાન કુરબાની આપી તેને ઈસ્લામી જગત આજેય ભૂલી શક્યો નથી.

કરબલાના મહાન શહીદોની યાદમાં પ્રતિવર્ષ શહેર અને જિલ્લાભરમાં મોહર્રમ શરીફના ચાંદરાતથી લઈ દસ દિવસ સુધી જુદી-જુદી મુસ્લિમ જમાતો અને કમિટીઓ દ્વારા દાસ્તાને કરબલાના નેજા હેઠળ વાએઝ શરીફના કાર્યક્રમો યોજવામાં આવે છે. જેમાં મુખ્યત્વે શહેરમાં આ વર્ષે પણ શંકરટેકરી, રઝાનગર સુન્ની-મુસ્લિમ જમાત અને હુશેની વાએઝ કમિટીના સંયુક્ત પ્રયાસો દ્વારા યોજાયેલ આ અજીમુશ્શાન ઈજલાસમાં દેશના મહાન મુફતિ હમ્માદ રઝા સાહેબ અને મુફતિ કારી શકીલ સાહેબ પોતાની આગવી શૈલીમાં ઈમાન અફરોઝ તકરીર ફરમાવશે. જામનગર શહેરની જુદી-જુદી મસ્જિદોના ઈમામો-આલીમો હુશેની વાએઝ કમિટીના સભ્યો રઝાનગર સુન્ની-મુસ્લિમ જમાત સહિતના આગેવાનો તેમનું ભાવભર્યુ સ્વાગત કરશે. કાર્યક્રમને સફળ બનાવવા કમિટીના કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યાં છે. રઝાનગર વિસ્તારને રોશનીથી ઝળહળતો કરવામાં આવ્યો છે. ઉપરાંત શ્રોતાઓ માટે લેવા-મૂકવા માટે વાહનની પણ સગવડતા રાખવામાં આવી છે, તેમ હુશેની વાએઝ કમિટી દ્વારા જણાવેલ છે.

રતનબાઈ મસ્જિદ પાસે વાએઝ શરીફનો કાર્યક્રમ

મોહર્રમ દરમિયાન આ વર્ષે પણ રતનબાઈ મસ્જિદ પાસે હુશેની વાએઝ કમિટીના નેજા હેઠળ વાએઝ શરીફનો કાર્યક્રમ સતત આઠ દિવસ યોજેલ છે. જેમાં ભારતના મહાન આલીમ સૈયદ ફૈઝાનમીયા હસત કાદરી રઝવી (યુ.પી.) પોતાની લાક્ષણિક શૈલીમાં કરબલાની શાનમાં નુરી બ્યાન ફરમાવશે. કાર્યક્રમને સફળ બનાવવા ઈકબાલભાઈ એરંડીયા, હુશેનભાઈ એરંડીયા, દાઉદભાઈ સાટી, બંદુકવારા, હાજી મામદભાઈ (મોટાભાઈ) જહેમત ઉઠાવી રહ્યાં છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh