Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રથયાત્રામાં પધારોઃ ખેંચો રથ, સરળ થશે ભક્તિનો પથ
જામનગર તા. ૩: ખંભાળિયાના ઈસ્કોન સત્સંગ કેન્દ્ર દ્વારા તા. ૮ જૂલાઈ, ર૦૨૪ને સોમવારે ભગવાન જગન્નાથજીની છઠ્ઠી રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
ખંભાળિયાના ઈસ્કોન સત્સંગ કેન્દ્ર દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા (રાજકોટ ઈસ્કોન કેન્દ્ર દ્વારા આયોજિત)નું આયોજન કરવામાં આવ્યું છે. તા. ૦૮ના સવારે મંગળાઆરતી, પ્રવચન અને છપ્પન ભોગના દર્શન થશે.
કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે વૈષ્ણવસેવા દાસ પ્રભુજી (પ્રમુખ, ઈસ્કોન-રાજકોટ,) ઈસ્કોન સિંગાપુરના અધ્યક્ષ દેવકીનંદન પ્રભુ ઉપસ્થિત રહેશે. જેમાં સાંજે ૪ વાગ્યાથી શ્રીજી સાન્નિધ્ય મહાપ્રભુજી બેઠક પાસેથી, બેઠક રોડ, શારદા સિનેમા રોડ, જોધપુર ગેઈટ, પોસ્ટ ઓફિસ રોડ, નગર ગેટ, શ્રીજી શોપિંગ, સરવૈયા હોસ્પિટલ, સ્ટેશન રોડ, નગરગેટ થઈ નવી લોહાણા મહાજન વાડીએ રથયાત્રાનું સમાપન કરવામાં આવશે.
રથયાત્રા પછી સાંજે ૭:૩૦ વાગ્યે ભગવાન જગન્નાથની મહાઆરતી અને રાત્રે ૮.૩૦ વાગ્યે કૃષ્ણભક્તો તથા આમંત્રિતો માટે મહાપ્રસાદ, નવી લોહાણા મહાજન વાડી, ખંભાળિયામાં રાખવામાં આવ્યો છે. નગર ગેઈટ, પ્રતાપ કોલ ડેપો, હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્રમાં દર રવિવારે સાંજે ૬ થી રાત્રિના ૮ વાગ્યા દરમિયાન સત્સંગનું આયોજન કરવામાં આવે છે. સર્વે કૃષ્ણભક્તો તથા ધર્મપ્રેમી જનતાને આ કાર્યક્રમમાં જોડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. વધુ વિગત માટે કપિલ સોનૈયા મો. ૯૯૯૮૮ ૦પ૯૮૦, ગોપાલભાઈ દત્તાણી મો. ૭૯૮૪૧ ૫૬૬૦૮ અથવા રાજેન્દ્રભાઈ ધોળકિયાનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial