Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મહાનગરપાલિકાની સાત કેડર માટે પગાર સુધારણા મંજુર-બાકીની કેડરનું શું?

એક ને ગોળ અને બીજાને ખોળ શા માટે?

જામનગર તા. ૩: જામનગર મહાનગરપાલિકાના વહીવટ હર હંમેશ વિવાદમાં રહ્યા છે. તાજેતરમાં સાત કેડરના પગારમાં સુધારો કરી દેવામાં આવતા ચર્ચા જાગી છે.

જામનગર મહાનગર પાલિકામાં વિવિધ ત્રણ-ચાર ડઝન જેટલી પોસ્ટ કાર્યરત છે. તેમાંથી તાજેતરમાં ફક્ત સાત પોસ્ટનો પગાર વધારો કમિશનર દ્વારા મંજુર કરવામાં આવ્યો છે, જ્યારે અન્ય અને લાયકાત ધરાવતા અધિકારીને બઢતી સાથે પગાર વધારાનો લાભ નહીં મળતા કચવાટ ફેલાયો છે.

શું બાકીના અધિકારી અથવા કર્મચારીઓ પગાર સુધારા-વધારા માટે લાયકાત નથી? કેમ ફક્ત અમુકનો જ પગાર સુધારો કરવામાં આવ્યો? એક ને ગોળ અને બીજાને ખોળની નીતિ કેમ? તેવી ચર્ચા પણ મહાનગર પાલિકામાં ચાલી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh