Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મ્યુનિસિપલ કમિશનરે કાચૂ કાપી નાંખ્યું હતું?
જામનગર તા. ૩: જામનગર મહાનગરપાલિકામાં સિવિલ મિકેનિકલ અને ઈલેક્ટ્રીક એન્જિનિયરની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કર્યા પછી ટેકનિકલ કારણોસર આ ભરતી રદ્ કરવામાં આવી હતી.
અગાઉ કર્મચારી યુનિયન દ્વારા વાંધા લેવામાં આવ્યા હતાં જે તકરારનું નિવારણ થયું નહીં હોવા છતાં નવી ભરતીની જાહેરાત કરી નાંખવામાં આવી હતી. જ્યારે વર્ષ ર૦૧પ ના સેટઅપની મેટર કોર્ટમાં પેન્ડીંગ છે. આમ છતાં પણ મ્યુનિ. કમિશનરે કાચું કાપી નાખતા આખરે ભરતી રદ્ કરવાની ફરજ પડી હતી.
૬૦ થી વધુ ઈજનેરોની ભરતી માટે તાજેતરમાં મ્યુનિ. કમિશનરે અખબારોમાં જાહેરાત આપી હતી. આ પછી ટેકનિકલ કારણોસર ભરતી રદ્ કરવામાં આવી હતી. આમ તરેહ તરેહની ચર્ચા જાગી હતી.
આ અંગે તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીયલ ડિસ્ટ્રીક્ટ એક્ટ ૧૯૪૭ ની કલમ ઈ.એ. મુજબ કર્મચારી યુનિયન દ્વારા લેવામાં આવેલ વાંધા તકરારનું નિરાકરણ લાવવું ફરજિયાત છે. જે કામગીરી હજી પેન્ડીંગ છે.
તે ઉપરાંત વર્ષ ર૦૧પ માં સેટઅપમાં સુધારો કરવામાં આવ્યો હતો. તે અંગેની મેટર પણ નિર્ણય માટે કોર્ટમાં પેન્ડીંગ છે. આમ છતાં કમિશનરે ભરતી માટે જાહેરાત કરી નાંખતા આખરે ભરતી રદ્ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial