Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં નેત્ર-દંત તથા સર્વરોગ નિદાન અને સારવારના ચાર કેમ્પ યોજાશે

જુલાઈ મહિનામાં વિનામૂલ્યે આવતીકાલથી

જામનગર તા. ૩: જામનગરના વનીતાબેન વિશ્વનાથ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નટુભાઈ ત્રિવેદી દ્વારા જુલાઈ માસમાં નેત્રયજ્ઞ દંતયજ્ઞ તથા સર્વરોગ નિદાન અને સારવારના નિઃશુલ્ક ચાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. ૪/૭ ના શ્રી ગીતા વિદ્યાલય, કે.વી. રોડ, કાશી વિશ્વનાથ મંદિર પાસે. તા. ૧૧/૭ ના શ્રી મુખ્ય સ્વામિનારાયણ મંદિર, બેડીગેટ, ખાદીભંડાર પાસે અને તા. ૧૮/૭ ના શ્રી દયારામ લાયબ્રેરી, રણજીત રોડ તથા તા. રપ/૭ સર્વોદય મહિલા ઉદ્યોગ મંડળ દિ. પ્લોટ, શેરી નં. ૧, ખંભાળિયા નાકા પાસે, જામનગરમાં આ કેમ્પ રાખવામાં આવ્યા છે. ઉપરોક્ત તમામ કેમ્પ સવારે ૯ થી ૧ર વાગ્યા દરમિયાન યોજાશે.

મોતિયોના દર્દીઓને ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરી. આંખની હોસ્પિટલમાં મોકલવામાં આવશે જ્યાં દર્દીઓને આવવા-જવા, રહેવા-જમવાની વ્યવસ્થા તથા દવા, ટીપાં, ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. દાંતના દર્દીને જામનગર ઓમ સાંઈ ડેન્ટલ કેર એન્ડ ઈમ્પલાન્ટ સેન્ટરમાં દાંતના ડો. રશેશ ઓઝા અને ડો. નિરાલી દવે, ઓઝા તપાસી સારવાર અને માર્ગદર્શન આપશે. સામાન્ય રોગના દર્દીને ડો. હિરાબેન જોષી તપાસી આયુર્વેદિક દવાઓ મફતમાં આપશે. પ્રફુલ્લભાઈ શેઠ (પ્રમુખ, જીવદયા પરિવાર સેવા સંસ્થા) અને ભાનુમતિ ધીરજલાલ મહેતા (સ્વદેશી) ના જન્મદિન નિમિત્તે કેમ્પનું આયોજન છે. ઉપરોક્ત કેમ્પોનો લાભ લેવા નટુભાઈ ત્રિવેદીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh