Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં મંત્રીના હસ્તે 'મા ઉપવન'નું નિર્માણ

'એક પેડ મા કે નામ' ઝુંબેશમાં સહભાગી થવા અપીલઃ

જામનગર તા. ૩: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશવાસીઓને પર્યાવરણના જતન માટે એક પેડ મા કે નામ ઝંંુબેશમાં ભાગ લેવા માટે અપીલ કરી છે.

જે અન્વયે જામનગર જિલ્લાના લાલપુર ગામે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મૂળુભાઈ બેરાના હસ્તે લાલપુરમાં મા ઉપવનનું નિર્માણ કરવામાં આવ્યું છે.

સામાજિક વનીકરણ વિભાગ, દેવભૂમિ દ્વારકા અને ગ્રામ પંચાયત, લાલપુર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ૪૦૦ વડ, પીપળ, આંબા, કરંજ અને લીમડાના રોપાનું મહાનુભાવોના હસ્તે લાલપુર ખાતાકીય નર્સરીમાં વાવેતર કરાયું હતું. તેમજ કેબિનેટ મંત્રીએ ઉપસ્થિત ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો.

આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ પ્રવીણસિંહ જાડેજા, લાલપુર ગ્રામ પંચાયત સરપંચ જયેશભાઈ તેરૈયા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર મરીન નેશનલ પાર્ક પ્રતીક જોષી, રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ રેન્જ લાલપુર પાયલબેન જોષી, અગ્રણી રમેશભાઈ મુંગરા, દિલીપભાઈ ભોજાણી, વિવિધ પદાધિકારી ગણ, લાલપુર તાલુકા પંચાયતના સભ્યો, આજુબાજુ ગામોમાંથી પધારેલા આગેવાનો, શાળાના બાળકો તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh