Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વિશ્વકક્ષાએ પોઝિટિવ સંકેતો મળતા
મુંબઈ તા. ૩: આજે સવારે પ્રારંભમાં જ શેરબજારમાં તેજી જોવા મળી છે. સેન્સેક્સ ૮૦ હજારની સપાટીને વટાવી ગયો છે અને નિફ્ટી પણ તેજીમાં છે. વિશ્વકક્ષાના સંકેતો પોઝિટિવ મળતા આ ઉછાળો આવ્યો હોવાનું મનાય છે.
શેરબજારે ઈતિહાસ બનાવી દીધો છે. સેન્સેક્સે બુધવારે બજારની શરૂઆત થતાં જ પહેલીવાર ૮૦,૦૦૦ નો આંકડો વટાવ્યો હતો. વિશ્વ સ્તરે પોઝિટિવ સંકેતો વચ્ચે ભારતીય ઈન્ડેક્સમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને નિફ્ટી ઈન્ડેક્સ પણ આ સાથે ર૪,રપ૦ ની સપાટીને સ્પર્શી ગઈ હતી. બેંકોના સ્ટોક્સમાં જોરદાર ખરીદી જોવા મળી રહીછે.
આજે પ્રારંભિક કક્ષાએ શેરબજારમાં તોફાની શરૂઆત રહી. સેન્સેક્સમાં એકસાથે ૪૮૧.૪૪ પોઈન્ટ એટલે કે ૦.૬૧ ટકાનો ઉછાળો આવ્યો હતો, તે ૭૯,૯૯ર.૮૯ પર ઓપન થયું અને અમુક જ મિનિટોમાં પ૯૭.૭૭ પોઈન્ટના ઉછાળા સાથે ૮૦,૦૦૦ ને પાર થઈ ગયું. તે છેલ્લો ૮૦,૦૩૯.રર ના લેવલને સ્પર્શી ગયું હતું. મંગળવારે ક્લોઝિંગ વખતે સેન્સેક્સ ૦.૦૪ ટકા ગગડી ૭૯,૪૪૧.૬૬ ના લેવલે બંધ થયું હતું, જ્યારે નિફ્ટીમાં પણ ૦.૦૭ ટકાનો ઘટાડો થયો હતો અને તે ર૪,૧ર૩.૮પ ના લેવલ પર બંધ થયું હતું.
માહિતી અનુસાર અત્યાર સુધીમાં એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઈનાન્સ, ઈન્ડસઈન્ડ બેંક, ભારતી એરટેલ તથા નેસલે ટોપ ગેનરમાં રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial