Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના ૧૭૮ તાલુકાઓમાં ૧ થી ૧૦ ઈંચ વરસાદ

હાલાર સહિત ર૦ જિલ્લાઓમાં વરસાદની આગાહીઃ

અમદાવાદ તા. ૩: છેલ્લા ર૪ કલાક દરમિયાન રાજ્યના ૧૭૮ તાલુકાઓમાં ૧ થી ૧૦ ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, તો આજે ર૦ જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.

ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં અને હવે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ થયા હતાં. રાજ્યમાં અનેક જિલ્લાઓમાં મેઘમહેર થઈ છે, જો કે કેટકલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, તો ક્યાંક આભ ફાટ્યું છે. જેના પગલે અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

રાજ્યમાં છેલ્લા ર૪ કલાકમાં રાજ્યના ૧૭૮ તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમા સૌથી વધુ લાખણીમાં ૧૦ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. રાજ્યના અનેક જિલ્લા વરસાદથી તરબોળ થયા છે. મંગળવારે (ર જુલાઈ) પ૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો, જેમાં અડધોઅધ તાલુકા ઉત્તર ગુજરાતના હતાં.

આજે હવામાન વિભાગ દ્વારા પાટણ, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદનું પ્રભૂત્વ રહેશે. રાજ્યમાં આજે સવારથી જ અનેક વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા સુધીમાં રાજ્યના રર તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં મહિસાગરના બાલાસિનોર તાલુકામાં સૌથી વધુ ૧૩ મી.મી. નોંધાયો છે.

હળવદ તાલુકામાં બ્રાહ્મણી નદીમાં પુર આવતા ચાર ગામોને જોડતો બેઠો પુલ ધોવાઈ ગયો હતો, જેના કારણે ચાડધરા, રાયસંગપુર, નવા રાયસંગપુર અને મયુરનગર ગામના લોકો સંપર્ક વિહોણા બની ગયા છે. સદ્નસીબે દુર્ઘટના સમયે બેઠા પુલ પર કોઈ અવર-જવર ન હોવાથી મોટી જાનહાની ટળી હતી. ગ્રામજનોના વર્ષથી જર્જરિત અગાઉ પણ વર્ષ ર૦૦૬ અને વર્ષ ર૦૧૮ માં નદી પરનો આ પુલ તૂટી ગયો હતો. આ ત્રીજી વખત તૂટ્યો છે.

બીજી તરફ ઉપરવાસમાં સારો વરસાદ થતા ૪,૩૯૭ ક્યુસેક પાણીની આવક થતા હળવદના સુસવાવ ગામ પાસે બ્રાહ્મણી-ર ડેમના પાંચ દરવાજા ૩ મીટર સુધી ખોલાયા હતાં, જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં આવેલા ૧૩ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુસવાવ, ટીકર, મિયાણી, મયુરનગર, માનગઢ, ખોડ, કેદારિયા, ચાડધ્રા, અજિતગઢ અને રાયસંગપુર સહિતના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.

ઉપરવાસના ગીર પંથક અને અમરેલી જિલ્લામાં પડેલા વરસાદને પગલે ભાવનગરના શેત્રુંજી ડેમમાં ૪૧૩૮ ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમની સપાટી પ૦.૧૦ મીટર છે. અમરેલીના ખોડિયાર ડેમની સપાટી ૧૯૬.૯૮ મીટર છે તથા ભાવનગર શહેરના ગૌરીશંકર તળાવ (બોરતળાવ) ની સપાટી ૩૪.૪ ફૂટ નોંધાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh