Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના યુવક-યુવતીઓને ડિઝાસ્ટર રિસ્પોન્સ તાલીમ અપાશે

આઠ જુલાઈ સુધીમાં અરજીઓ મંગાવાઈ

ખંભાળીયા તા. ૩: રાજ્ય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનર દ્વારા આયોજિત અને રાજકોટ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા સંચાલિત તાલીમ શિબિર રાજકોટમાં યોજાનાર છે.  સૌરાષ્ટ્ર ઝોનના યુવક-યુવતીઓમાં શારીરિક કુશળતામાં અને સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય તેવા હેતુથી આ શિબિર યોજાનાર છે. યુવાનોમાં સાહસિકતાના ગુણનો વિકાસ થાય અને આકસ્મિક પૂર, વાવાઝોડું, આગ, ભૂકંપ જેવી કુદરતી તથા કૃત્રિમ આપદાઓના સમયમાં યુવાનો સ્વબચાવ સાથે અન્યોને પણ મદદ કરી શકે તે માટે આ શિબિરમાં તાલીમ આપવામાં આવશે. ભાગ લેનાર શિબિરાર્થીઓને રહેવા, જમવા અને પ્રવાસ ભાડું સરકાર દ્વારા આપવામાં આવશે. આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છુક દેવભુમિ દ્વારકા જિલ્લાના ૧૫ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, પ્રથમ માળ, રૂમ નંબર, સી-૧/૨, સી-૧/૪, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળીયામાંથી ફોર્મ મેળવી શકશે. ફોર્મ ભરીને જરૂરી આધાર પુરાવા સાથે કચેરીમાં તા. ૦૮-૦૭-૨૪ સુધી જમા કરાવવાનું રહેશે. સમયમર્યાદા બાદ આવેલ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં તથા વધુ માહિતી માટે પ્રાંત યુવા વિકાસ અધિકારી વિનોદભાઇ ચૌધરી (મો. ૯૯૦૯૧ ૮૦૦૫૭)નો સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીની યાદીમાં જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh