Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેકની રકમ મુજબનો દંડ ભરવા આદેશઃ
જામનગર તા. ૩: જોડિયાના હડિયાણા ગામના એક આસામીને રૂ. ૨૮ લાખ ૫૦ હજારના ચેક પરતના કેસમાં અદાલતે એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનો દંડ ફટકાર્યા છે.
જોડિયા તાલુકાના હડિયાણા ગામના વાલજીભાઈ ભવાનભાઈ નંદાસણાએ અગાઉ દિનેશભાઈ રામાભાઈ બાલસરા પાસેથી રૂ. ૨૮ લાખ ૫૦ હજાર હાથઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના કારણે પરત ફર્યાે હતો.
તે ચેક અંગે નોટીસ પાઠવ્યા પછી પણ દિનેશભાઈને તેની રકમ પરત નહીં મળતા તેઓએ જામનગરની અદાલતમાં વાલજીભાઈ નંદાસણા સામે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં સાતમા એડી. સિનિ. સિવિલ જજ વી.જી. ગઢવીએ બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી વાલજીભાઈ ભવાનભાઈ નંદાસણાને તક્સીરવાન ઠરાવી એક વર્ષની કેદ અને ચેકની રકમ મુજબનો દંડ ભરવા હુકમ કર્યાે છે. દંડની રકમ ફરિયાદીને વળતર પેટે ચૂકવાશે. ફરિયાદી તરફથી વકીલ ડી.ડી. આચાર્ય, કે.આર. ગોકાણી રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial