Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્રનો તત્કાલ સંપર્ક કરવા અનુરોધઃ
ખંભાળિયા તા. ૨૪: દેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડ બીમારીના સામે સજ્જ થયું છે. નાગરિકોને કોવિડના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અને તકેદારી રાખવા તંત્રે અનુરોધ કર્યો છે.
રાજ્યમાં કોરોના બીમારીના કેસો સામે આવતા જિલ્લા દેવભૂમિ દ્રારકામાં પણ જિલ્લા આરોગ્ય તંત્ર સતર્ક થયેલ છે અને સાવચેતીના ભાગરૂપે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. દેવભૂમિ દ્રારકા જિલ્લામાં સરકારી અને ખાનગી હોસ્પિટલોના મળીને કુલ ૬૨૪ બેડ ઉપલબ્ધ છે. જિલ્લામાં હાલમાં પુરતા પ્રમાણમાં વેન્ટીલેટર્સ, ઓક્સિજન કોન્સનટ્રેટર્સ, ઓક્સિજન સિલિન્ડર્સ, પી.પી.ઇ. કીટ, માસ્ક, સેનિટાઇઝર્સ, દવાઓ ઉપલબ્ધ છે. ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ તેમજ સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં જરૂર જણાયે કુલ ૨૦૦ બેડની કેપેસિટી વધારવા માટેની પૂરતી ક્ષમતા છે.
જિલ્લામા કોવિડના ટેસ્ટ માટે ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અને સબડિસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં આવેલી લેબોરેટરીમાં ટેસ્ટીંગની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. તેમજ દર્દીઓને શિફ્ટ કરવા માટે પુરતી એમ્બ્યુલન્સની સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જિલ્લાના તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓ ખાતે ફરજ બજાવતા તમામ તબીબોને પણ કોવિડના વધતા કેસોના અનુસંધાને રાખવાની થતી તકેદારીઓ તેમજ અન્ય માર્ગદર્શન માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરફથી એક બેઠક મારફતે જરૂરી સૂચનાઓ પણ આપી દેવામાં આવી છે.
હાલમાં જોવા મળતા કોવિડના કેસો સામાન્ય પ્રકારના હોવાથી કોઇ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. ઉંમર લાયક હોય, રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય, હાયબ્લ્ડપ્રેશર, ડાયાબિટીસ કે અન્ય કોઇ ગંભીર બીમારી હોય તેવા લોકોએ ખાસ તકેદારી લેવા તેમજ શરદી, ખાંસી અને તાવ જેવા લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા માટે જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી દ્રારા નમ્ર અનુરોધ કરવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial