Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત એટીએસ દ્વારા કચ્છમાંથી દબોચાયો પાકિસ્તાનનો ભારતીય જાસૂસઃ કેસ દાખલ

પાકિસ્તાનની મહિલા એજન્ટને ગોપનિય માહિતી પહોંચાડતો હતોઃ કેટલાક ટાસ્ક સોંપાયા હતા

                                                                                                                                                                                                      

ભુજ તા. ૨૪: કચ્છમાંથી પાકિસ્તાન માટે જાસુસી કરતા શખ્સની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. સહદેવસિંહ ગોહિલ નામનો શખ્સ અદિતી ભારદ્વાજ નામની પાકિસ્તાન એજન્ટને ગુપ્ત માહિતી આપતા હોવાના આરોપ હેઠળ ફરિયાદ દાખલ થઈ છે.

ગુજરાત એટીએસે તાજેતરમાં નડિયાદથી બે શંકાસ્પદ સાયબર ટેરરિસ્ટની ધરપકડ કર્યા પછી ગુજરાત એટીએસએ હવે કચ્છમાંથી સહદેવસિંહ દીપુભા ગોહિલ નામના એક જાસૂસની ધરપકડ કરી છે. તે કચ્છના દયાપરમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કરાર (કોન્ટ્રાક્ટ) પર કામ કરતો હતો.

પોલીસને બાતમી મળી હતી કે, આ હેલ્થ વર્કર પાકિસ્તાની એજન્ટને બીએસએફ અને ભારતીય નેવીની કેટલીક ગોપનીય માહિતી શેર કરે છે. પોલીસે વોચ ગોઠવી હતી અને તેના માટે એક ટીમ બનાવી હતી. સહદેવસિંહ પર શંકા પાકી થતાં તેને ૧ મેના રોજ પ્રાથમિક તપાસ માટે એટીએસએ બોલાવ્યો હતો.

પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષ ૨૦૨૩ના જૂન-જુલાઈમાં સહદેવસિંહ અદિતિ ભારદ્વાજ નામની એક યુવતી સાથે વોટ્સએપથી સંપર્કમાં આવ્યો હતો, જે એક પાકિસ્તાની એજન્ટ છે. અદિતિએ સહદેવને કેટલાક ટાસ્ક આપ્યા હતા, જેમાં સહદેવના વિસ્તારમાં ભારતીય નેવી અને બીએસએફની ઇમારતોના ચાલી રહેલા બાંધકામ અને નવા થયેલા બાંધકામના ફોટા અને વીડિયો માગ્યા હતા, જે સહદેવે અદિતિને વોટ્સએપથી મોકલ્યા હતા.

સહદેવે પોતાના આધારકાર્ડથી એક સીમ કાર્ડ લઈ, તે નંબર પર વોટ્સએપ એક્ટિવેટ કરી વન ટાઈમ પાસવર્ડ દ્વારા અદિતિને આપ્યું હતું. તે નંબર પર બંને સંપર્કમાં હતા અને સહદેવ બધી માહિતી તે નંબર પર શેર કરતો હતો. સહદેવે ત્રણ-ચાર વીડિયો અને ફોટો શેર કર્યા હતા, કેટલાક ડિલીટ કર્યા છે જેને રિકવર કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સહદેવે એકથી દોઢ વર્ષ પહેલાંથી જાસૂસીનું આ કામ શરૂ કર્યું હતું.

આ કામ માટે તેને એક વખત ૪૦ હજાર રૂપિયા રોકડા મળ્યા હોવાની પણ માહિતી મળી છે. પ્રાથમિક તપાસમાં અદિતિ સહિતના બે નંબર પાકિસ્તાનમાં ઉપયોગમાં લેવાયા હોવાનો ખુલાસો થયો છે. હાલ એટીએસએ પાકિસ્તાની એજન્ટ અદિતિ અને સહદેવ સામે કેસ દાખલ કર્યો છે.

મહત્વનું છે કે આ અગાઉ પોરબંદરમાં પણ જાસૂસીનો જે કેસ સામે આવ્યો હતો તેની કાર્યપદ્ધતિ અથવા મોડસ ઓપરેન્ડી પણ આવી જ હતી. એ કેસમાં જે યુવતી હતી તે આજ છે કે નહીં તેની માહિતી નથી મળી કારણ કે આ લોકો નંબર બદલતા રહે છે તેવું એટીએસનું કહેવું છે.

એટીએસએ સહદેવસિંહનો મોબાઈલ ફોન ફોરેન્સિક વિશ્લેષણ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યો છે. વિગતવાર તપાસમાં આરોપીના પાકિસ્તાની હેન્ડલર સાથેના સંદેશાવ્યવહાર અને ડેટા આપ-લેના નોંધપાત્ર પુરાવા મળ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh