Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લામાં ઉજવાશે વિશ્વ પર્યાવરણ દિનઃ
ખંભાળિયા તા. ર૪: 'એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી'ની થીમ હેઠળ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 'વિશ્વ પર્યાવરણ દિવસ ર૦રપ'ની ઉજવણીના સુચારૂ આયોજન સંદર્ભે બેઠક યોજાઈ હતી, જેમાં જણાવાયું હતું કે, પાંચ જૂન સુધી પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ ફેલાવાશે. પ્લાસ્ટિક કચરો દૂર કરવા સફાઈ ઝુંબેશ કરાશે.
આ વર્ષે 'એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી' થીમ આધારિત વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવનાર છે, જેમાં પ્લાસ્ટિક પ્રદૂષણ અંગે જનજાગૃતિ માટે પ્રિ-કેમ્પેન તા. પાંચ જૂન સુધી તેમજ પાંચ જૂને વિવિધ કક્ષાએ પર્યાવરણ દિન ઉજવણીનું આયોજન છે.
વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે જનજાગૃતિલક્ષી કાર્યક્રમોના સુચારૂ આયોજન અર્થે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવા સદન, ખંભાળિયામાં બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના આયોજન સંદર્ભે ઉપસ્થિત સંલગ્ન અધિકારીઓ પાસેથી આયોજનની વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં કલેક્ટરે નગરપાલિકા વિસ્તારો અને મુખ્ય મથકોમાં પ્લાસ્ટિક દૂર કરવા વિશેષ સફાઈ ઝુંબેશો યોજવ, ગામોમાં તથા હાઈ-વે પર રસ્તાની બન્ને બાજુએથી જમા થતા પ્લાસ્ટિક દૂર કરવા, પ્લાસ્ટિક બોટલ વગેરેનો ઉપયોગ બંધ કરવા અને પ્લાસ્ટિકના અન્ય વિકલ્પો અપનાવવા તાકીદ કરી હતી. વધુમાં કલેક્ટર તેમજ ઉપસ્થિત તમામ સભ્યોએ 'મેરી લાઈફ' અંતર્ગત પર્યાવરણ રક્ષણ અને પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા અંગે શપથ લીધી હતી.
આ બેઠકમાં નિવાસી કલેક્ટર ભૂપેશ જોટાણિયા, પ્રાંત અધિકારી કે.કે. કરમટા, વન વિભાગ, જી.પી.સી.બી. સહિતના સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં, તેમજ તાલુકા કક્ષાએથી ચિફ ઓફિસરો અને અન્ય સંબંધિત અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial