Advertisement
Author: નોબત સમાચાર

ઈટ્રામાં સ્નાયુ અને હાડકાના રોગો માટે વિનામૂલ્યે નિદાન-સારવાર કેમ્પ યોજાશે

આગામી તા. ૨૬ અને ૨૭ મે દરમ્યાન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪: આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગરમાં શલ્ય વિભાગ, અસ્થિ સંધાન ઓ.પી.ડી. દ્વારા તા. ૨૬ અને ૨૭ મે ૨૦૨૫ના રોજ સવારે ૯ થી ૧૨ તેમજ સાંજે ૪ થી ૫:૩૦ દરમ્યાન ઓપીડી નંબર-૧૯, રૂમ નં. ૧૦૪, પંચકર્મભવન, આઈ.ટી.આર.એ. હોસ્પિટલ, ધન્વન્તરિ મેદાન પરિસર, આઈટી.આર.એ.માં વિનામૂલ્યે સ્નાયુ અને હાડકાના રોગો માટે નિદાન-સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં ખભાનો દુઃખાવો-જકડાહટ, ગરદનનો દુઃખાવો-જકડાહટ, હાડકા તથા સાંધાના ઘસારા, પગના તળીયામાં દુઃખાવો-બળતરા-ઝણઝણાહટ, ચાલવામાં તકલીફ, કાંડા તેમજ હાથનો દુઃખાવો કે ફ્રેક્ચર હોવું વગેરે જેવી સમસ્યાઓ માટે નિઃશુલ્ક નિદાન સારવાર આપવામાં આવશે તેમજ આ કેમ્પમાં પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડો. એમ.એસ.ડાંગર વિશેષ સેવા આપશે જેનો લાભ લેવા સંસ્થાના નિયામક પ્રો. ડો. તનુજા નેસરીએ જણાવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh