Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ર૪: જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી પાંચ મોબાઈલ એસેસરીઝની દુકાનમાં ગઈકાલે કંપનીના અધિકારીએ પોલીસને સાથે રાખી પાડેલા દરોડામાં એપલના સિમ્બોલવાળા રૂ.૭ લાખ ૬પ હજારની કિંમતના નકલી સામાનને પકડી પાડ્યો છે. પાંચેય વેપારી સામે ગુન્હો નોંધાવાયો છે.
જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં આવેલી મોબાઈલ ફોનની કેટલીક દુકાનોમાં એપલ કંપનીના આઈફોનની નકલી એસેસરીઝ વેચવામાં આવી રહી હોવાની બાતમી પરથી એપલ કંપનીના કર્મચારી અને અમદાવાદના મણીનગરમાં રહેતા વિશાલ સિંહ હીરાસિંહ જાડેજા જામનગર આવ્યા હતા.
તેઓએ કેટલીક દુકાનોમાં તપાસ કર્યા પછી ટાઉનહોલ શોપીંગ સેન્ટરમાં આવેલી દુકાનોમાં આવી એસેસરીઝ વેચાતી હોવાનું શોધી કાઢી પોલીસ સમક્ષ પહોંચી મદદ માટે રજૂઆત કરતા ગઈકાલે સિટી બી ડિવિઝનના પીઆઈ પી.પી. ઝાની સૂચનાથી પીએસઆઈ ડી.જી. રાજ તથા સ્ટાફે દરોડા પાડ્યા હતા.
આ કોમ્પલેક્ષમાં આવેલી મહેબુબ મહંમદ મેતરની ન્યુ મોબાઈલ ડોટ કોમ નામની દુકાન ઉપરાંત વિનોદભાઈ પરસોત્તમ કટેશીયાની જય માતાજી મોબાઈલ પોઈન્ટ નામની દુકાન, સરફરાઝ યુનુસ તાસમાણીની મોબાઈલ સોલ્યુશન નામની દુકાન, કલીમ હનીફ બ્લોચની યૂઝ એન્ડ બાય નામની દુકાન તથા હાસમ ઈકબાલ ફૂલવાલાની સેલ પોઈન્ટ નામની દુકાનમાં ચકાસણી કરાઈ હતી.
આ દુકાનોમાંથી ઉપરોક્ત વેપારીઓ એપલ કંપનીના સીમ્બોલવાળી ડુપ્લીકેટ એસેસરીઝ વેચતા મળી આવતા તે દુકાનોમાંથી રૂ.૭ લાખ ૬પ હજારની કિંમતનો સામાન કબજે કરાયો છે. તમામ સામે કોપી રાઈટ એક્ટ હેઠળ ગુન્હો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial