Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ ખાબકયો

તા. ૨૫, ૨૬, ૨૭ મેના વિવિધ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયુ

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૨૪: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન સાડા ત્રણ ઈંચ સુધી કમોસમી વરસાદ ખાબકયો છે. હજુ પણ તા. ૨૫, ૨૬, ૨૭ માટે વિવિધ એલર્ટ જાહેર કરાયા છે.

છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી રહૃાો છે. ત્યારે ગત ૨૪ કલાકમાં ગુજરાતના ૧૮ તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજ્યના ૪ તાલુકામાં ૧ થી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે ૧૦ તાલુકામાં ૧૦ ઇંચથી ઓછો વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ અમરેલી તાલુકામાં ૩.૩૯ ઇંચ, જુનાગઢના મેંદરડામાં ૧.૭૩ ઇંચ, અમરેલીના લાઠીમાં ૧.૩૦ ઇંચ, જુનાગઢના માંગરોળમાં ૧.૨૬ ઇંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગે આગામી ૨૭ મે સુધી રાજ્યના ૯ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે, ત્યારે શુક્રવાર(૨૩ મે, ૨૦૨૫)ના રોજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલીના લાઠી અને ગ્રામ્ય પંથક, કુંકાવાવ, બગસરા, વડીયા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની સાથે ધોધમાર વરસાદને પગલે વૃક્ષો પડી જવા અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હોવાના દૃશ્યો જોવા મળ્યા છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, ૨૪-૨૫ મેના રોજ રાજ્યના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

૨૬ મેના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૦ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરાયું છે. જ્યારે ૨૭ મેના રોજ તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

તાપીના વ્યારા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં શનિવારે (૨૪ મે) વહેલી સવારથી ભારે પવન સાથે કમોસમી વરસાદ જોવા મળ્યો હતો. આ સિવાય શહેરના મુસા રોડ અને મિશન નાકા વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જિલ્લામાં છેલ્લાં ૨ કલાકથી ભારે પવન સાથે વરસાદ વરસી રહૃાો છે. જિલ્લામાં ૨ કલાકમાં વરસેવા વરસાદની વાત કરીએ તો નિઝરમાં ૪ મીમી, ઉચ્છલમાં ૧ મીમી, સોનગઢમાં ૧૬ મીમી, વ્યારામાં ૧૧ મીમી, વાલોડમાં ૬ મીમી, કુકરમુંડામાં ૬ મીમી અને ડોલવણમાં ૪ મીમી વરસાદ નોંધાયો છે.

નવસારી શહેરમાં આવેલા મંકોડિયા ઇટાડવા સ્ટેશન રોડ સહિત અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદના કારણએ કેરી, ચીકુ સહિત ડાંગરના પાકમાં ભારે નુકસાન થયું છે. જેના કારણે ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.  આ સાથે જ વલસાડ જિલ્લામાં પણ વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ સિવાય ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં પણ પવન સાથે ભારે વરસાદ જોવા મળ્યો હતો.ગુજરાતના સુરત શહેરમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો. સુરતના બારડોલીમાં વહેલી સવારથી જ પવન અને ગાજવીજ સાથે વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના કારણે શાસ્ત્રી રોડ પર આવેલા શિશુમંદિર નજીક એક વૃક્ષ ધરાશાયી થવાની ઘટના પણ સામે આવી હતી. આ સિવાય સુરતના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ સામે આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh