Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુજરાતમાં ૩૩, મહારાષ્ટ્રમાં સૌથી વધુ પ૬ કેસ સહિત
નવી દિલ્હી તા. ર૪: દેશમાં ફરી કોરોનાનો કહેર વધ્યો છે. મહારાષ્ટ્રમાં સૌથી વધે પ૬ કેસ અને ગુજરાતમાં ૩૩ કેસ નોંધાયા છે. દિલ્હી, હરિયાણા, ગુજરાત, કેરળ અને કર્ણાટક સહિત ઘણાં રાજ્યોમાં કોરોનાના કેસ નોંધાતા હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૩૧ર થઈ છે. સરકાર એલર્ટ મોડ પર છે.
કોરોનાએ ફરી એકવાર લોકોને ડરાવવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી, હરિયાણા, ગુજરાત, કેરળ અને કર્ણાટક સહિત ઘણાં રાજ્યોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. હાલમાં દેશમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા ૩૧ર છે જેમાં દિલ્હીમાં ર૩, હરિયાણામાં પ, ગુજરાતમાં ૧૩ અને મહારાષ્ટ્રમાં પ૬ કોરોનાના કેસ નોંધાયા છે. અમદાવાદમાં ર૦ નવા કેસ નોંધાયા હતાં. દેશભરમાં ફેલાતા હાલના નવા કેસોમાં એક નવો વેરિઅન્ટ જોવા મળ્યો છે.
નવા વેરિઅન્ટ જેએન-૧ અને તેના સબ-વેરિઅન્ટ એલએફ-૭ અને એનબીઆઈ-૮ ને નવા વેરિઅન્ટ માટે જવાબદાર માનવામાં આવી રહ્યા છે. આ પ્રકાર કેટલો ખતરનાક છે તેના અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં એશિયામાં કોરોનાના આ નવા પ્રકારના વેરિએન્ટના કેસોમાં વધારો થયોછે. બે મોટા એશિયન શહેરો હોંગકોંગ અને સિંગાપોરમાં તેના કેસ વધી રહ્યા છે. હોંગકોંગના સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્ન અનુસાર વાયરસ હાલમાં ખૂબ જ સક્રિય છે. કોરોનાના વધતા જણા કેસોને ધ્યાનમાં રાખીને સરકાર એલર્ટ મોડ પર છે. આરોગ્ય વિભાગ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. સરકારે હોસ્પિટલોમાં બધાને માસ્ક પહેરવાની સૂચના આપી છે. તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોના મેડિકલ ડિરેક્ટરો અને મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ્સને સૂચનો જારી કર્યા છે. આ અંતર્ગત હોસ્પિટલોને પરીક્ષણ અને દેખરેખ વધારવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial