Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લગ્ન કરાવનાર શખ્સ તથા કાલાવડની મહિલા સહિત ત્રણ સામે પોલીસે નોંધ્યો ગુન્હોઃ
જામનગર તા. ૨૪: જામનગરના એક લગ્નવાંચ્છુ યુવાનને નગરના એક શખ્સે કાલાવડની મહિલાનો સંપર્ક કરાવ્યા પછી બંનેએ સાથે મળી મહારાષ્ટ્રની એક યુવતી સાથે આ યુવાનના લગ્ન કરાવી દીધા હતા અને રૂ.ર લાખ ૧૦ હજાર મેળવી લીધા હતા. લગ્નના બીજા જ દિવસે આ યુવતી નાસી જતાં છેતરાઈ ગયેલા યુવાને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે લૂંટેરી દુલ્હન સહિત ત્રણેય વ્યક્તિ સામે ગુન્હો નોંધી શોધખોળ શરૂ કરી છે.
જામનગરના બેડી વિસ્તારમાં આવેલી એકડેએક બાપુની દરગાહ પાસે વસવાટ કરતા અને રિક્ષા ડ્રાઈવીંગનો વ્યવસાય કરતા ખીમજીભાઈ બુધાભાઈ મકવાણા નામના ઓગણચાલીસ વર્ષના લગ્ન વાંચ્છુ યુવાને પોતાના લગ્ન માટે કેટલાક મિત્રોને વાત કર્યા પછી જામનગરના લાલખાણ વિસ્તારમાં રહેતા યુનુસ ગની મંસુરીનો સંપર્ક થયો હતો.
આ શખ્સે કાલાવડના પંજેતનનગરમાં રહેતા મુમતાઝ અઝીજ ગોધાવીયા સાથે મેળાપ કરાવ્યો હતો. લગ્ન કરાવી આપવાનું કામ કરતા મુમતાઝબેને છોકરી બતાવવાનું ખીમજીભાઈને કહ્યા પછી મુમતાઝબેન તથા યુનુસે પોતાના રૂ.૧૫-૧પ હજાર કમીશનની વાત કરી હતી. તે ઓફર ખીમજીભાઈ એ સ્વીકારી હતી.
તે પછી મુમતાઝબેને મહારાષ્ટ્રમાં રહેતી રોહિણી મોહન હિંગલે નામની યુવતીનો પરિચય કરાવી આ યુવતી ખીમજીભાઈ સાથે લગ્ન કરવા તૈયાર હોવાનું કહેતા ખીમજીભાઈએ મુમતાઝ તથા યુનુસના કહેવા મુજબ તે યુવતીને રૂ.૧ લાખ ૮૦ હજાર આપ્યા હતા.
ત્યારપછી તા.૧૮ના દિને ખીમજીભાઈના લગ્ન રોહિણી સાથે કરાવી આપી યુનુસ તથા મુમતાઝે પોતાનું કમીશન મેળવી લીધુ હતું અને રોહિણી સાસરે આવી હતી જ્યાં એક દિવસ રહ્યા પછી તેણી બીજા જ દિવસે નાસી ગઈ હતી. તેની શોધખોળ કર્યા પછી પણ પત્તો નહીં લાગતા આખરે પોતે છેતરાઈ ગયાનું જણાઈ આવતા ખીમજીભાઈએ પોલીસનો આશરો લીધો છે. સિટી એ ડિવિઝનના પીઆઈ એન.એ. ચાવડાની સૂચનાથી પીએસઆઈ ડી.જી. રામાનુજે યુનુસ, મુમતાઝ તેમજ રોહિણી સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial