Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂપિયા અડધા લાખનો મુદ્દામાલ રીકવર કરાયોઃ
જામનગર તા. ર૪: જામનગરના વામ્બે આવાસ જૂના આવાસમાં દસેક દિવસ પહેલાં થયેલી ચોરીનો ભેદ પોલીસે ઉકેલ્યો છે. તે બ્લોકમાં પાડોશી શખ્સે પોતાના સાગરિત સાથે મળી ચોરી કર્યાનું ખૂલ્યું છે. પોલીસે રૂપિયા અડધા લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી બંનેની ધરપકડ કરી છે.
જામનગરના વામ્બે આવાસ નજીક આવેલા જૂના ત્રણ માળીયાના બ્લોક નં.૧૯ અને રૂમ નં.ર૪માં રહેતા સુરેશભાઈ જીવરાજભાઈ મકવાણા નામના આસામી ગઈ તા.૧૩ની બપોરે પરિવાર સાથે બહારગામ ગયા પછી તા.૧૪ની રાત્રે પરત ફર્યા તે દરમિયાન તેમના રહેણાંકના રસોડાનો દરવાજો તોડી ચોરી થઈ હતી.
તે મકાનમાંથી તસ્કરો સોનાની બુટી, કાનની સર, ચાંદીનો હાથમાં પહેરવાનો પટો, સોનાનું બુટીયુ, રૂ.૨૦ હજાર રોકડા ચોરી કરી ગયા હતા. તેની ફરિયાદ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરાયા પછી પીઆઈ આઈ.એ. ધાસુરાએ આપેલી સૂચનાથી પીએસઆઈ વી.બી. બરબસીયા તથા સ્ટાફે તપાસ શરૂ કરી હતી. જેમાં સ્ટાફના કે.જી. ડાંગર, ડી.કે. જાડેજાને મળેલી બાતમીના આધારે ધરારનગર-૧ સાતનાલા પાસે બે શખ્સને પકડી લઈ તલાશી લેવાતા તેની પાસેથી સોનાની બુટી, ત્રણ વીટી, કાનની સર તથા રૂ.૧૦૫૦૦ રોકડા મળી આવ્યા હતા.
પોલીસે દાગીના અને રોકડ વિશે પૂછપરછ કરતા જૂના ત્રણ માળીયા બ્લોક-૧૯ સ્થિત રૂમ નં.૧૮માં રહેતા અલી રઝાક ભગાડ અને હર્ષદ મીલની ચાલી પાસે ક્રિષ્પા પાર્કમાં રહેતા અશોક અમૃતલાલ વડગામા નામના આ શખ્સોએ ઉપરોક્ત ચોરીની કબૂલાત આપી છે. પોલીસે કુલ રૂ.૫૭૭૦૦નો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સની ધરપકડ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial