Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રેક્ટરચાલક તથા વીમા કંપનીનો છૂટકારોઃ
જામનગર તા. ૧૬: જામજોધપુર માર્કેટીંગ યાર્ડ રોડ પર સવા ત્રણ વર્ષ પહેલાં બાઈક ટ્રેક્ટર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક મહિલાને ઈજા થઈ હતી. તેઓએ વળતર મેળવવા કરેલી અરજીમાં ટ્રિબ્યુનલે વળતર ચૂકવવાની જવાબદારીમાંથી ટ્રેક્ટરચાલક તથા વીમા કંપનીની મુક્તિ ફરમાવી છે.
જામજોધપુર માર્કેટીંગ યાર્ડ રોડ પરથી ગઈ તા.૬-૬-૨૧ ના દીને સવારે એક ટ્રેક્ટર સાથે બાઈક ટકરાઈ પડ્યું હતુું. આ અકસ્માતમાં રેશ્માબેન મહંમદ યુસુફ સીરાજી નામના મહિલાને માથા-પગમાં ઈજા થઈ હતી. તેઓ પોતાના પતિના બાઈકમાં પાછળ બેસીને જતા હતા.
તેઓએ ઈજા બદલ રૂા.પ લાખ વળતર પેટે મેળવવા ટ્રેક્ટરના ચાલક કોટડાબાવીસી ગામના મગનભાઈ ગંગદાસ બાકોરી તથા તેમના પતિ અને વીમા કંપની સામે ટ્રિબ્યુનલમાં અરજી કરી હતી. તે અરજી ખંભાળિયા સ્થિત મોટર એક્સીડન્ટ ટ્રિબ્યુનલ સમક્ષ ચાલવા પર આવતા ટ્રિબ્યુનલે વળતર ચૂકવવામાંથી ટ્રેક્ટર ચાલક મગનભાઈ બાકોરી તથા વીમા કંપનીને મુક્ત કર્યા છે અને અકસ્માત અરજદારણના પતિની બેદરકારીથી બન્યો છે તેમ માની રૂા.૩૩૯૮૮૮ ચૂકવી આપવા પતિને હુકમ કર્યાે છે. ટ્રેેક્ટરચાલક તરફથી વકીલ પ્રતીક જોષી, ફાલ્ગુની વ્યાસ રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial