Advertisement
Author: નોબત સમાચાર

નહેરના કાંઠે મકાનમાં દારૂની મહેફિલ માણતા આઠ શખ્સને પકડી પાડતી પોલીસ

સ્થળ પરથી ખાલી-ભરેલી બોટલ ઝબ્બે લેવાઈઃ લગ્ન પ્રસંગે એકઠા થયા પછી મહેફિલ મંડાયાની ચર્ચાઃ

જામનગર તા. ૧૬: જામનગરના નહેરના કાંઠે આવેલા જોઈસરના ડેલામાં ગઈ રાત્રે પોલીસે દરોડો પાડી આઠ શખ્સને દારૂની મહેફિલ માણતા પકડી પાડ્યા છે. તે સ્થળેથી ઈંગ્લીશ દારૂની ખાલી-ભરેલી ત્રણ બોટલ કબજે કરવામાં આવી છે. લગ્ન પ્રસંગમાં એકઠા થયેલા લોકોમાંથી કેટલાક લોકો નશો કરવા માટે તલપાપડ બન્યા પછી તે મકાનમાં બોટલ ખોલીને બેઠા પછી પોલીસ ત્રાટકી હતી. દરોડાના પગલે ત્યાં ટોળુ એકઠું થઈ ગયું હતું. સંખ્યાબંધ ભલામણો આવવા માંડી હતી તેમ છતાં પોલીસે ગુન્હો નોંધી કાયદાકીય કાર્યવાહી કરી છે. જો કે, કેટલાક વ્યક્તિઓને જવા દેવાયા હોવાની ચર્ચા પણ થઈ રહી છે.

જામનગરના ખંભાળિયા નાકા વિસ્તારમાં આવેલા શેઠ ભગવાનદાસ રોડ પર જોઈસર ના ડેલાથી ઓળખાતી જગ્યા સ્થિત એક મકાનમાં ગઈકાલે રાત્રે કેટલાક શખ્સો એકઠા થઈ દારૂની મહેફિલ માણતા હોવાની બાતમી મળતા સિટી એ ડિવિઝનના પીએસઆઈ એમ.કે. બ્લોચ તથા સ્ટાફે દરોડો પાડ્યો હતો.

ત્યાં આવેલા જીત જોઈસર નામના આસામીના મકાનમાં અંગ્રેજી શરાબની મહેફિલ માણતા કંુભારવાડામાં રહેતા ધવલ રાજેશભાઈ ફલીયા, બેડીના શૌકત ઉમરભાઈ સાયચા, ખંભાળિયાના દર્શન દિલીપભાઈ મોદી, મીઠાપુરના નિલેશ રાજમલભા માણેક, ખોડિયાર કોલોની પાસે દિવ્યમ્ પાર્કમાં રહેતા રામભાઈ પરબતભાઈ ઓડેદરા, દિ. પ્લોટમાં રહેતા રવિ નવીનભાઈ ગોરી, નહેરના કાંઠે રહેતા પંકજ દિનેશભાઈ મુંજાલ, જનતા સોસાયટી પાછળ સર્વોદય સોસાયટીમાં રહેતા અનિરૂદ્ધ સિંહ રતનસિંહ સરવૈયા નામના આઠ શખ્સ મળી આવ્યા હતા. પોલીસે ત્યાંથી એક ૧૦૦ એમએલ દારૂવાળી બોટલ, ૩૦૦ એમએલ દારૂ ભરેલી બીજી બોટલ તથા એક ખાલી બોટલ મળી ત્રણ બોટલ કબજે કરી છે. તમામ સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવ્યો છે.

વધુમાં જાણવા મળ્યા મુજબ ગઈકાલે એક પરિવારને ત્યાં લગ્ન પ્રસંગ હતો તેમાં એકઠા થયેલા કેટલાક વ્યક્તિઓમાંથી ઈંગ્લીશ દારૂની મહેફિલ માણવાનું નક્કી થયા પછી પીવાનો શોખ ધરાવતા વ્યક્તિઓ જોઈસરના ડેલામાં જીત જોઈસરના મકાનમાં પહોંચ્યા હતા જ્યાં તેઓએ મહેફિલ માંડી હતી. ત્રણ બોટલ પુરી થવા પર હતી ત્યારે પોલીસને તેની કોઈએ બાતમી આપતા ખંભાળિયા નાકા પોલીસચોકીના પીએસઆઈ એમ.કે. બ્લોચ તથા સ્ટાફ ધસી ગયા હતા.

તે મકાનનું બારણું ખોલાવી પોલીસે અંદર જોતા આઠ શખ્સ નશો કરવા બેસેલા જોવા મળ્યા હતા. પોલીસે તેઓની સામે ગુન્હો નોંધ્યો છે. તે દરમિયાન સમગ્ર લત્તામાં દરોડાની જાણ થતાં તે મકાનની બહાર ટોળુ એકઠું થઈ ગયું હતું. કર્ણોપકર્ણ ફરતી વાતો મુજબ મહેફિલમાં અન્ય કેટલાક વ્યક્તિઓ પણ હતા. આ વ્યક્તિઓને જવા દેવાયા હતા અથવા તેઓ દરોડા પહેલાં નીકળી જવામાં સફળ રહ્યા હતા. સ્થળ પરથી કોઈ ફોન, વાહન કે અન્ય મુદ્દામાલ કબજે કરાયો નથી. આ દરોડામાં શ્રીમંત વેપારીઓ ઝડપાઈ જતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર પ્રસરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh