Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્ય લાઈનનું લીકેજ કામ કરવાનું હોવાથી
જામનગર તા. ૧૬: જામનગરના ગુલાબનગર ઈએસઆરના 'બી' ઝોન વિસ્તારમાં આવતીકાલે પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે.
જામનગરના ગુલાબનગર ઈએસઆરની મુખ્ય લાઈનનું લીકેજ રીપેરીંગ કામ કરવાનું હોવાથી અને પમ્પીંગ મશીનરીનું મેઈન્ટનન્સ કામ કરવા માટેની કામગીરી કરવામાં આવનાર છે. આથી ગુલાબનગર ઝોન 'બી' હેઠળના વિસ્તારમાં તા. ૧૭ ના પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે.
ભીમવાસ, નાગેશ્વર, સ્વામિનારાયણનગર, વિક્ટોરિયા પુલની આજુબાજુનો વિસ્તાર, રાજપાર્ક, રવિપાર્ક, રંગમતિ પાર્ક, રાધાકૃષ્ણ પાર્ક, આદિત્ય પાર્ક, લાલવાડી વિસ્તાર, માણેનગર, શાંતિવન સોસાયટી, ઉમિયાનગર, હાપા વિસ્તાર, ક્રિષ્ના પાર્ક, શિવશક્તિ સોસાયટી વગેરે વિસ્તારોમાં આવતીકાલે પાણી વિતરણ બંધ રાખવામાં આવનાર છે.
આ વિસ્તારમાં બીજા દિવસે પ્રથમ 'બી' ઝોન અને એ પછીના દિવસે 'એ' ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે. તેમ જામનગર મહાનગરપાલિકાની વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઈજનેરની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial