Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના મોટી ગોપ પાસે હિટ એન્ડ રનના બનાવમાં બાઈકચાલકનો ભોગ

બાઈકને ઠોકર મારી મોટર સ્થળ પરથી પલાયનઃ

જામનગર તા. ૧૬: જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામના એક સગર પ્રૌઢ ગઈકાલે વર્તુ ડેમના પાટીયા પાસેથી મોટરસાયકલ પર જતા હતા ત્યારે પાછળથી દોડી આવેલી મોટરે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો. ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢનું મૃત્યુ થયું છે. અકસ્માત સર્જનાર મોટર સ્થળ પરથી નાસી ગઈ છે. મૃતકના પુત્રની ફરિયાદ પરથી પોલીસે ગુન્હો નોંધ્યો છે.

જામજોધ૫ુર તાલુકાના મોટી ગોપ ગામના વાડી વિસ્તારમાં રહેતા અરશીભાઈ વાણીયા નામના સગર પ્રૌઢ ગઈકાલે સવારે જીજે-૧૦-ડીએમ ૯૮૪૯ નંબરના હીરો મોટરસાયકલ પર મોટી ગોપથી વર્તુ ડેમ નજીક આવેલી પોતાની વાડી તરફ જતા હતા.

આ પ્રૌઢ જ્યારે વર્તુ ડેમના પાટીયા નજીક પુલ પાસે પહોંચ્યા ત્યારે જીજે-૩૯-સીબી ૧૮ નંબરની એક મોટર પાછળથી પુરપાટ ઝડપે ધસી આવી હતી. તેના ચાલકે આગળ જતા અરશીભાઈને ઠોકર મારીને પછાડી દીધા હતા. રોડ પર પટકાયેલા આ પ્રૌઢને કપાળ તથા શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા થઈ હતી. તેઓનું મૃૃત્યુ નિપજ્યું છે.

અકસ્માત સર્જી જીજે-૩૯ પાસીંગની સફેદ રંગની આ મોટર નાસી છૂટી છે. અકસ્માત અંગેની જાણ થતા મૃતકના પુત્ર સહિતના પરિવારજનો દોડી આવ્યા હતા. જામજોધપુર પોલીસ સ્ટેશનમાં આશિષભાઈએ ફરિયાદ નોંેંધાવી છે. પોલીસે હિટ એન્ડ રનના આ બનાવની તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh