Advertisement
Author: નોબત સમાચાર

જૈન તીર્થધામ પાલીતાણા જવાનો માર્ગ અત્યંત બિસ્માર

જૈન સાધુ-સાધ્વીઓને પગપાળા વિહારમાં મુશ્કેલી

જામનગર તા. ૧૬: જામનગરના જાગૃત નાગરિકોને જૈન સમાજના પારસભાઈ મકીમે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને આવેદનપત્ર પાઠવી જૈન તીર્થધામ પાલીતાણાના કેટલાંક પ્રશ્નો અંગે રજૂઆતો કરી છે.

જૈન સમાજના બે મહાતીર્થ ગણાતા સોનગઢ અને પાલીતાણા વચ્ચેનો ર૩ કિ.મી.નો માર્ગ હાલ ખૂબ જ બિસ્માર હાલતમાં છે. સમગ્ર રસ્તા પરથી કપચી પણ નીકળી ગઈ છે, અને ધૂળની ડમરી ઉડે છે. ચાતુર્માસ પૂરા થતાં આ રસ્તેથી અનેક જૈન સાધુ-સાધ્વીજીઓ પગપાળા વિહાર કરશે તેમને પણ પારાવાર તકલીફો પડે તેવી ખરાબ હાલત છે, આ રોડનું કામ ઝડપથી શરૂ કરાવશો તેવી માંગણી કરવામાં   આવી છે.

શત્રુંજ્ય ડુંગર પર એક માથાભારે શખ્સે દબાણ કરીને ગેરકાયદે દુકાન કરેલી છે, તે બાબતે અનેકવાર રજૂઆતો થયેલી છે, આ માથાભારે શખ્સે અનેક શ્રાવકો પર હુમલા પણ કરેલ છે, તેની ગેરકાયદે દુકાન ડુંગર પરથી કાયમી હટાવીને તેના પર સખ્ત પગલાં લેવા પણ તેમણે રજૂઆત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh