Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલની દવાબારી પાસેથી મોબાઈલની થઈ ચોરી

ધ્યાન ચુકાતા ફોન ઉપડી ગયોઃ

જામનગર તા. ૧૬: જામનગરની જી.જી. હોસ્પિટલ સ્થિત દવાબારીએ આવેલા ભાણવડના એક આસામીનો રૂા.૧૫ હજારની કિંમતનો મોબાઈલ કોઈ શખ્સ સેરવી જતા પોલીસમાં રાવ કરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ શહેરમાં રામેશ્વર પ્લોટમાં રહેતા અજયભાઈ મનસુખભાઈ બલવા નામના યુવક ગયા રવિવારે જામ નગરની જી.જી. હોસ્પિટલમાં આવ્યા હતા.

તેઓ જ્યારે ગ્રાઉન્ડ ફલોરમાં દવાબારી પાસે હતા ત્યારે તેમનો વીવો કંપનીનો રૂા.૧૫ હજારની કિંમતનો મોબાઈલ કોઈ શખ્સ સેરવી ગયો હતો. અજયભાઈએ બી ડિવિઝનમાં ફરિયાદ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh