Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વાયુ પ્રદૂષણ જીવલેણ બની જતા
ઈસ્લામાબાદ તા. ૧૬: પાકિસ્તાનના બે મોટા શહેરોમાં 'સંપૂર્ણ લોકડાઉન' જાહેર કરાયું છે. વાયુ પ્રદૂષણ જીવલેણ બનતા અને એક્યુઆઈ ર૦૦૦ પાર પહોંચતા આ નિર્ણય લેવાયો છે.
ભારતની સાથે પાકિસ્તાનની હવા પણ ઝેરી બની ગઈ છે. તેને જોતા લાહોર અને મુલતાનમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. આ શુક્રવારથી રવિવાર સુધી લાગુ રહેશે. આ બન્ને શહેરોમાં વાયુ પ્રદૂષણના સ્તરમાં વધુ પડતા વધારાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
છેલ્લા કેટલાક અઠવાડિયાથી પાકિસ્તાનના પંજાબ પ્રાંતના અનેક શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાયું છે. લાહોર અને મુલતાન સૌથી વધુ પ્રભાવિત થયા છે. મુલતાનમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ (એક્યુઆઈ) પહેલાથી જ ર,૦૦૦ ને વટાવી ચૂક્યો છે, જે વાયુ પ્રદૂષણ માટે નવો રેકોર્ડ છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મંત્રી મરિયમ ઔરંગઝેબે શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, 'અમે લાહોર અને મુલતાનમાં સ્વાસ્થ્ય કટોટકી જાહેર કરી રહ્યા છીએ.' તેમણે માહિતી આપી હતી કે, શુક્રવારથી રવિવાર સુધી આ બન્ને શહેરોમાં સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવામાં આવશે. લાહોર અને મુલતાનમાં બાંધકામનું કામ આગામી ૧૦ દિવસ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. બાંધકામ સામગ્રીથી ભરેલા વાહનોને શહેરોમાં પ્રવેશતા અટકાવવામાં આવશે. આ ઉપરાંત શાળાઓ પણ બંધ છે. કોલેજો અને યુનિવર્સિટીઓ ઓનલાઈન વર્ગો યોજશે. સરકારી અને ખાનગી ઓફિસોમાં કર્મચારીઓને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. રેસ્ટોરન્ટ ફક્ત ૪ વાગ્યા સુધી જ ખુલશે અને ટેક-અવે સેવા ૮ વાગ્યા સુધી આપવામાં આવશે.
મરિયમ ઔરંગઝેબે એમ પણ કહ્યું હતું કે, 'આ સ્મોગ સિઝનમાં લગ્નો પર કોઈ પ્રતિબંધ લાદવમાં આવી રહ્યા નથી.' લાહોરમાં માત્ર ૩ ટકા હરિયાળી છે, જ્યારે ૩૬ ટકા હરિયાળી હોવી જોઈતી હતી. તે જોતા સરકારે સમગ્ર શહેરમાં વૃક્ષારોપણ અભિયાન શરૂ કરવાનું આયોજન કર્યું છે. વધુમાં કૃષિ વિભાગે ખેડૂતોને ૧,૦૦૦ સુપર સીડર પૂરા પાડ્યા છે જેથી તેઓ તેમના સ્ટબલને બાળવાને બદલે તેનો નાશ કરે. ૮૦૦ ઈંટોના ભઠ્ઠા બંધ કર્યા છે. લાહોરના જંગલો વધારવાની દિશામાં પણ પગલાં લેવામાં આવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial