Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણીની આચારસંહિતા હોવા છતાં
મુંબઈ તા. ૧૬: મહારાષ્ટ્રના વાશી ચેકપોસ્ટ પરથી આચારસંહિતાના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે રૂા. ૮૦ કરોડ જેટલી કિંમતની ૮૪૭૬ કિ.ગ્રા. ચાંદી ઝડપાતા અધિકારીઓ પણ ચોંકી ઊઠ્યા હતાં.
મહારાષ્ટ્રમાં ર૦ નવેમ્બરે ચૂંટણી હોવાથી રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે. તમામ તપાસ એજન્સીઓ અને પોલીસના ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે મુંબઈ પોલીસે વાશી ચેક પોસ્ટ પરથી લગભગ ૮૦ કરોડની કિંમતની ચાંદી જપ્ત કરી છે. મીડિયા સૂત્રો અનુસાર માનખુર્દ પોલીસે વાશી ચેક પોસ્ટ પર નાકાબંધી દરમિયાન ચેકીંગ દરમિયાન શુક્રવારે મોડી રાત્રે એક ટ્રકમાંથી ૮૪૭૬ કિ.ગ્રા. ચાંદી જપ્ત કરી છે. જેની કિંમત રૂા. ૮૦ કરોડ આસપાસ છે.
પોલીસે આ મામલે ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરી તેની અટકાયત કરી છે, તેમજ આવકવેરા વિભાગ અને ચૂંટણી પંચની ટીમને પણ આ મામલાની જાણકારી આપતા અધિકારીઓ ચાંદીના માલિકની શોધ કરી રહી છે. પોલીસે જણાવ્યા પ્રમાણે પ્રારંભિક ધોરણે ચાંદીની ગેરકાયદે હેરફેર થઈ રહી હોવાની આશંકા છે. જેનો ઉપયોગ ચૂંટણી માટે થવાનો હતો. ડ્રાઈવર પાસેથી પણ ચાંદીની કાયદેસરતાના કોઈ પ્રમાણ મળ્યા નથી. આ ઘટનામાં જો માલિકની જાણ ન થઈ સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવશે.
આ પહેલા પણ ગત્ રવિવારે મુંબઈ પોલીસે વિખરોલી વિસ્તારમાં એક વાનમાંથી છ ટન ચાંદીની ઈંટો જપ્ત કરી હતી. આ ઈંટો મુલુંદમાં વેરહાઉસમાં મૂકવા માટે લઈ જવામાં આવી રહી હતી, પરંતુ મહારાષ્ટ્રમાં ચૂંટણીના લીધે લાગેલી આચારસંહિતાના ભાગરૂપે આ કવાયત હાથ ધરાઈ હતી.
નાસિકની પોલીસે આચારસંહિતાના ભંગ બદલ અત્યારસુધી લગભગ ૧૭૦૦૦ થી વધુ લોકો વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હોવાનું જણાવ્યું હતું જેમાં દારૂ રૂા. ૪૯ કરોડનું સોનું, રોકડ વગેરે જપ્ત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial