Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો

અડધા ડીગ્રીના ઘટાડા સાથે

જામનગર તા. ૧૬: જામનગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધા ડીગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૧૮.પ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ગુલાબી ઠંડીમાં વધારો થયો હતો.

જામનગરમાં ઠંડી અને ગરમીભરી મિશ્ર ઋતુના દોર વચ્ચે હવે ધીમે-ધીમે ગુલાબી ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે. રાત્રે તથા વહેલી સવારે વધારે ઠંડી અનુભવાઈ રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં અડધા ડીગ્રીના ઘટાડા સાથે ન્યુનત્તમ તાપમાન ૧૮.પ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે ઠંડીમાં પણ આંશિક વધારો થયો હતો.

નગરમાં આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાક દરમિયાન અડધો ડીગ્રી વધીને મહત્તમ તાપમાન ૩૩.પ ડીગ્રી નોંધાયું હતું. જેના પગલે બપોરે ગરમીમાં પણ આંશિક વધારો થયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિ કલાકની સરેરાશ ૧૦ થી ૧ર કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh