Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુર-લાલપુર વિધાનસભા વિસ્તારમાં રૂા. ૬૭પ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત

ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા

જામનગર તા. ૧૬: જામજોધપુર-લાલપુર વિધાનસભા વિસ્તારના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાના હસ્તે તેમના મત વિસ્તારમાં રૂા. ૬૭પ લાખના વિકાસ કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું છે.

જામજોધપુર-લાલપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવા લાલપુર તાલુકાના ગોદાવરી તેમજ દેભડા ગામના પ્રાણ પ્રશ્ન સમા ગોદાવરી બ્રીજ (રકમ રૂા. ર૭પ લાખ), નાંદુરી તેમજ મોટા ભરૂડિયા ગામને જોડતા કોઝવે (રકમ રૂા. ૧૦૦ લાખ) અને લાલપુર-નાંદુરી રોડ (રકમ રૂા. ૩૦૦ લાખ) ના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેને પગલે હવે આગામી સમયમાં આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે.

લાલપુર તાલુકાના ગોદાવરી તેમજ ટેભડા ગામના લોકોની માંગને પગલે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ગોદાવરી બ્રીજનું કામ મંજુર કરાવ્યું હતું, જે રૂા. ર૭પ લાખના ખર્ચે નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. ગોદાવરી તેમજ ટેભડા ગામને જોડતા આ બ્રીજના ખાતમુહૂર્ત અવસરે તાલુકા પંચાયત સદસ્ય દેવાભાઈ કરંગિયા, ગોદાવરી ગામના સરપંચ મહેન્દ્રભાઈ ગાગિયા, પૂર્વ સરપંચ અરવિંદભાઈ બરડિયાવદરા, જગદીશભાઈ ડાંગર તેમજ ટેભડા ગામના પૂર્વ સરપંચ મુરૂભાઈ ગોજિયા સહિતના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતાં.

તે જ રીતે મોટા મરૂડિયા ગામને જોડતા કોઝવેનું પણ રૂપિયા ૧૦૦ લાખના ખર્ચે કામ મંજુર કરાવી તેનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. જે વેળાએ નાંદુરી ગામના સરપંચ કરશનભાઈ કરંગિયા, તાલુકા પંચાયત સદસ્ય દેવાભાઈ કરંગિયા, ભીખાભાઈ ધુવા, સાજણભાઈ કરંગિયા, ભિમશીભાઈ કરંગિયા, ઈસ્માઈલભાઈ રાઉમા સહિતના આગેવાનો જોડાયા હતાં. લાલપુર-નાંદુરી રોડનું કામ પણ ૩૦૦ લાખના ખર્ચે અને વાવડીથી નાના ખડબા રોડનું રૂા. ર૦૪ લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં નાના ખડબા ગામના સરપંચ ભીખાભાઈ કાંબરિયા તથા અગ્રણીઓ ઘેલુભાઈ, દેવરખીભાઈ કાંબરિયા, ઉકાભાઈ કરંગિયા, રણજીતસિંહ જાડેજા, હાસમ જુણેજા સહિતના આગેવાનો જોડાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh