Advertisement
Author: નોબત સમાચાર

રવિ પાક માટે રાસાયણિક ખાતરોની ખરીદીમાં ખેડૂતો સતર્ક રહે... નકલથી સાવધાન રહે

લેભાગુ તત્ત્વો છેતરી ન જાય તેની કાળજી રાખોઃ ખેતીવાડી ખાતુ

જામનગર તા. ૧૬: રવિ પાકોના વાવેતર સમયે રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે ખેડૂતો દ્વારા રાખવાની થતી કાળજી અંગે ખેતીવાડી ખાતાએ એડવાઈઝરી જાહેર કરી છે, અને ખાતરની સમસ્યા થાય તો તાલુકા-જિલ્લા કચેરીનો સંપર્ક સાધવા જણાવ્યું છે.

જામનગર જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુ માટે રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું, જેમાં માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવાનો આગ્રહ રાખવો. કોઈપણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી કયારેય પણ ખાતરની કરવી નહીં. જેથી, છેતરપિંડીથી બચી શકાય.

જામનગર જિલ્લાના તમામ તાલુકામાં પૂરતા પ્રમાણમાં રાસાયણિક ખાતર અલગ-અલગ કંપનીઓ દ્વારા પૂરૂ પાડવામાં આવે છે. આથી ખાતરની માંગ ઉપસ્થિત થાય ત્યારે કૃત્રિમ અછત ઊભી ન થાય તે માટે જિલ્લાના તમામ ખેડૂતોને આગામી રવિ-ર૦ર૪ ની સિઝન માટે પાકની જરૂરિયાત મુજબ, કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ રાસાયણિક ખાતરનો જરૂરિયાત મુજબનો જથ્થો અત્યારથી લઈ રાખવા તેમજ ખાતરની ખરીદી પરવાનેદાર વિક્રેતા પાસેથી સરકાર માન્ય ખાતર પાકા બિલથી જ ખરીદવા તથા લેભાગુ તત્ત્વો દ્વારા રાસાયણિક ખાતરોનના ભળતા નામથી તથા લોભામણી સ્કીમો આપી વેંચાણ કરવામાં આવે ત્યારે આવું ખાતર ન ખરીદવું.

ખાતર સંબંધિત કોઈપણ પ્રશ્ન ઉપસ્થિત થયે નાયબ ખેતી નિયામકની કચેરીના ફોન નં. ૦ર૮૮-રપપ૧૩૭ પર અથવા આપના તાલુકાના ખેતી અધિકારીને જાણ કરવા નાયબ ખેતી નિયામક વિસ્તરણની યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh