Advertisement
Author: નોબત સમાચાર

સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં નગરના આરોપીનો ફરમાવાયો છૂટકારો

નબળા પુરાવાના આધારે સજા ન થઈ શકેઃ

જામનગર તા. ૧૬: જામનગરના એક શખ્સ સામે સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારવા અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.

જામનગરના અમિત દેવજીભાઈ ચૌહાણ નામના શખ્સ સામે એક સગીરાનું અપહરણ કરી તેણી પર જામનગર ઉપરાંત રાજકોટ, અમદાવાદ, વડોદરા શહેરમાં લઈ જઈ તેણી પર દુષ્કૃત્ય ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

તે ફરિયાદના અનુસંધાને શરૂ થયેલી તપાસમાં આરોપી ઝડપાઈ ગયો હતો. તેની તથા સગીરાની તબીબી ચકાસણી કરાવાતા દુષ્કર્મ થયાનું ફલિત થયું હતું. પોલીસે પોક્સો તથા આઈપીસીની કલમો હેઠળ ચાર્જશીટ રજૂ કર્યું હતું. આ કેસ જામનગરની પોક્સો કોર્ટમાં ચાલવા પર આવતા અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી અમિત ચૌહાણનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ કિરણભાઈ બગડા, જયન ગણાત્રા, પાર્થ બગડા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh