Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં એક શાળા અને બે કારખાના સીલ કરતી મહાપાલિકા

બાકી વેરા વસુલાત નહીં મળતા

જામનગર તા. ૧૬: જામનગર મહાનગરપાલિકા દ્વારા કડક વેરા વસુલાત શરૂ કરવામાં આવી છે. આજે બે કારખાના અને એક શાળાને સીલ કરવાની કામગીરી કરવામાં આવી હતી.

જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ડી.એન. મોદીની સૂચનાથી આસિ. કમિશ્નર (ટેક્સ) જીગ્નેશ નિર્મળની રાહબરી હેઠળ આજે ટેક્સ રીકવરી શાખાની ટીમ બાકી વેરા વસુલાત માટે નીકળી હતી. દરમિયાન દિગ્વિજય પ્લોટ, શેરી નં. ૪૯ માં આવેલ પંચશિલ પ્રાથમિક-માધ્યમિક શાળા પાસેથી રૂા. ૧ લાખ ૬૮ હજારની બાકી વેરા વસુલાત નહીં મળતા સ્કૂલને સીલ કરવામાં આવી હતી.

આ ઉપરાંત ઉદ્યોગનગર વિસ્તારના બે કારખાનાને પણ બાકી વેરા વસુલાત અન્વયે બન્ને કારખાનાને સીલ કરવામાં આવ્યા હતાં. જ્યારે એક આસામીએ સ્થળ ઉપર વેરાની રકમ ભરપાઈ કરી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh