Advertisement
Author: નોબત સમાચાર

ઘરમાં રાખેલી ઉંદર મારવાની દવા હવામાં ભળતા બે બાળકના મોત

શ્વાસ રૃંધાવાથી માતા-પિતાની ગંભીર ઈજા

ચેન્નાઈ તા. ૧૬: ચેન્નાઈમાં એક પરિવારે ઘરમાં ઉંદર મારવાની દવા રાખેલી હોવાથી તેનું ઝેર હવામાં ભળી જતા બે બાળકના મોત થયા છે જ્યારે માતા-પિતાની હાલત ખૂબ ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તામિલનાડુમાંથી એક ચોંકાવનારી અને ચેતવનારી ઘટના સામે આવી છે જેને સાંભળ્યા પછી સૌ કોઈ હચમચી ઉઠ્યા છે. ઉંદરોને મારવાની દવા ઘરમાં રાખવાના ફેલાયેલા ઝેરને કારણે આ ગમખ્વાર ઘટના બની છે. જેમાં શ્વાસ રૃંધાવાના કારણે બે બાળકના મોત થયા છે. જ્યારે તેમના માતા-પિતાની હાલત ખૂબ ગંભીર હોવાથી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ચેન્નાઈના મનનજેરી વિસ્તારના દેવેન્દ્ર નગરના ૩૪ વર્ષીય ગિરીધરન અને તેમની પત્ની પવિત્રા એક એપાર્ટમેન્ટમાં રહે છે. ગિરિધરન એક ખાનગી બેંકમાં નોકરી કરે છે. બુધવારે સવારે ગિરિધરન તેમની પત્ની અને બંને બાળકોને ચક્કર આવવા લાગ્યા અને પછી ઉલટી થવા લાગી. જ્યારે પાડશોઅીને આ વાતની જાણ થઈ તો તેઓએ આખા પરિવારને હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં.

આ સમય દરમિયાન ગિરિધરનના એક વર્ષના પુત્ર સાઈ સુદર્શન અને ૬ વર્ષની પુત્રી વિશાલિનીનું મૃત્યુ થયું હતું. જ્યારે ગિરિધરન અને તેની પત્ની પવિત્રાની હાલત હજુ પણ ગંભીર છે.

ડોકટરનું કહેવું છે કે બંનેના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ કુન્દ્રાથુર પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે ગિરિધરનનો આખો પરિવાર ઘરમાં ઉંદરોથી પરેશાન હતો. ઉંદરો ઘરની વસ્તુઓને નુકસાન પહોંચાડી રહ્યા હતાં. તેથી તેમણે ઉંદરથી છૂટકારો મેળવવા માટે પેસ્ટ કંટ્રોલ કંપનીની મદદ લીધી હતી. કંપનીમાંથી બે લોકો આવ્યા હતાં અને ઉંદર મારવાનો પાવડર રાખ્યો હતો. આ પાવડર સ્વરૂપે હવામાં ભળી ગયો હતો.

ગિરિધરનનો આખો પરિવાર એસી રૂમમાં સૂતો હતો. રાત્રે ઝેરની અસર થઈ અને આખો પરિવાર ગંભીર રીતે બીમાર થઈ ગયોે. જ્યારે પરિવાર જાગ્યો ત્યારે દરેકને ચક્કર આવવાની ફરિયાદ કરી અને થોડીવાર બાદ દરેક સભ્યને ઉલટી થવા લાગી હતી. જ્યારે પાડોશીઓને આ વાતની જાણ થઈ તો તેઓએ તરત જ બધાને હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. કુન્દ્રાથુર પોલીસનું કહેવું છે કે આ મામલે પેસ્ટ કંટ્રોલ કંપની વિરૂદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh