Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભાણવડ તા. ૧૬: ભાણવડના સ્મશાનમાં ચાર આરસીસી વોટર શેડ બનાવવા માટે રૂા. ૨૯ લાખની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી છે અને તે અંગેના ટેન્ડર પણ બહાર પડી ગયા છે.
ભાણવડના સ્થાનિક ભાજપ સંગઠનના ઉપપ્રમુખ પ્રિયેશભાઈ અનડકટ, પૂર્વ નગરપાલિકા સભ્ય નિરવભાઈ રાજાણીએ રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાને કરેલી રજુઆતને સફળતા મળી છે.
ભાણવડથી ચાર કિમી દૂર આવેલ ઐતિહાસિક ત્રિવેણી સંગમના ઘાટ પાસે સ્મશાન આવેલું છે જ્યાં અગ્નિ સંસ્કાર માટે લોખંડના ખાટલા ખૂલ્લા મેદાનમાં રહ્યા હતાં.ખાસ કરીને ચોમાસામાં લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી હતી.
આ સ્મશાનનો ઉપયોગ ભાણવડ તથા આસપાસના ગામના લોકો પણ કરે છે પરંતુ ખાટલા ખૂલ્લામાં હોવાથી અગવડતા પડતી હતી.
સ્મશાનમાં ખાટલા ઉપર આરસીસીના વોટર શેડ બનાવવા રજુઆત કરવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં આ ઉપયોગી સુવિધા ઉપલબ્ધ થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial