Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના શેઠવડાળાના વેપારીઓ દ્વારા પાળવામાં આવ્યો રોષપૂર્ણ બંધ

હુમલાના આરોપીઓને પકડી પાડવાની કરાઈ માંગઃ

જામનગર તા. ૧૬: જામજોધપુરના શેઠવડાળામાં ગયા મંગળવારે સાંજે વાહન પાર્કિગ પ્રશ્ને જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખના પતિ પર હુમલો થયો હતો. સામા પક્ષે પણ હુમલાની ફરિયાદ નોંેંધાવી હતી. આ કેસમાં સરપંચ પતિ પર હુમલો કરનાર આરોપીઓને પકડી પાડવાની માગણી સાથે ગઈકાલે શેઠવડાળાના વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળી રોષ વ્યકત કર્યાે હતો.

જામજોધ૫ુર તાલુકાના શેઠવડાળા ગામના રહેવાસી અને જામજોધપુર તાલુકા પંચાયતના મહિલા પ્રમુખ જશુબેન અતુલભાઈ રાઠોડ અને તેમના પરિવાર પર ગયા મંગળવારે સાંજે વાહન પાર્કિંગ બાબતે હુમલો થયો હતો.

આ હુમલામાં અતુલ રાઠોડને હાથની આંગળીમાં છરી વાગી ગઈ હતી. બંને પક્ષે હુમલો કર્યાની સામસામી ફરિયાદ નોંધાવી હતી. તે પછી જશુબેન રાઠોડના પરિવાર પર હુમલો કરનાર આરોપીઓની પોલીસ દ્વારા તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે ગઈકાલે શેઠવડાળા ગામના વેપારીઓએ વેપાર ધંધા બંધ રાખી રોષ વ્યક્ત કર્યાે હતો. શેઠવડાળામાં હાલમાં ભારેલા અગ્નિ જેવી સર્જાયેલી પરિસ્થિતિ વચ્ચે પોલીસે ગામમાં ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh