Advertisement
Author: નોબત સમાચાર

દિલ્હીના નાંગલોઈ-જનકપુરીમાંથી ઝડપાયું રૂપિયા ૯૦૦ કરોડનું ૮ર કિલો કોકેઈન

ગઈકાલે એનસીબીને મળી મોટી સફળતા

નવી દિલ્હી તા. ૧૬: નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ શુક્રવારે દિલ્હીમાં ૮૦ કિલોથી વધુ કોકેઈન જપ્ત કર્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ ૯૦૦ કરોડ રૂપિયા છે.

એનસીબી એ પશ્ચિમ દિલ્હીના નાંગલોઈ અને જનકપુરી વિસ્તારમાંથી ૮ર કિલો જેટલું કોકેઈન જપ્ત કર્યું છે. આ કન્સાઈનમેન્ટ એક કુરિયર ઓફિસમાંથી જપ્ત કરવામાં આવ્યું હતું, જે ઓસ્ટ્રેલિયા મોકલવાનું હતું. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેઓ દિલ્હી અને સોનીપતના રહેવાસી છે. માલસામાનને 'બોટમ-ટુ-ટોપ અભિગમ' દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો અને ડ્રગ્સ સામેની ઝુંબેશ ચાલુ રહેશે. આ મોટી સફળતાની પ્રશંસા થઈ રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં જપ્ત કરાયેલા કોક્રેઈનની કિંમત અંદાજે ૯૦૦ કરોડ રૂપિયા છે. વિદેશી નેટવર્ક સાથે ડ્રગ સિન્ડિકેટનું કનેક્શન બહાર આવ્યું છે.

આ પહેલીવાર નથી જ્યારે દિલ્હીમાં ડ્રગ્સને આટલો મોટો કન્સાઈનમેન્ટ પકડાયો હોય, ર ઓક્ટોબરના દક્ષિણ દિલ્હીના મહિપાલપુરમાં એક વેરહાઉસમાંથી પ૬૦ કિલો કોકેઈન અને ૪૦ કિલો હાઈડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. તેની કિંમત આશરે રૂા. પ,૬ર૦ કરોડ આંકવામાં આવી હતી. આ કેસમાં કથિત માસ્ટરમાઈન્ડ તુષાર ગોયલની ધરપકડ કરવામાં આવી હતી, જે દિલ્હી કોંગ્રેસના આરટીઆઈ સેલના અધ્યક્ષ હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh