Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રિટાયર્ડ પોલીસ ઓફિસર અને
નવી દિલ્હી તા. ૧૬: નિવૃત્ત પોલીસ અધિકારી અને અભિનેત્રી દિશા પટણીના પિતા સાથે રૂપિયા રપ લાખની છેપરપિંડી થતા ચકચાર જાગી છે.
બોલિવૂડ એક્સટ્રેસ દિશા પટણીના પિતા અને રિટાયર્ડ પોલીસ ઓફિસર જગદીશ પટણી મોટી છેતરપિંડીનો શિકાર બન્યા છે. દિશાના પિતાને સરકારી કમિશનમાં ઉચ્ચ પદ અપાવવાના નામે રપ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
આ સમગ્ર મામલે કોતવાલી પોલીસ સ્ટેશનના પ્રભારી ડીકે શર્માએ જણાવ્યું કે શિવેન્દ્ર પ્રતાપસિંહ, દિવાકર ગર્ગ, જુના અખાડાના આચાર્ય જયપ્રકાશ, પ્રીતિ ગર્ગ અને એક અજાણ્યા વ્યક્તિ વિરૂદ્ધ છેતરપિંડી, અપરાધિક ધમકી અને ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો છે. તે આરોપીને પકડવા માટે પોલીસ તમામ પ્રયાસ કરી રહી છે અને કડક કાર્યવાહી કરી રહી છે.
ફરિયાદ મુજબ તે કહે છે કે, તે આરોપી શિવેન્દ્ર પ્રતાપસિંહને અંગત રીતે ઓળખતો હતો. શિવેન્દ્રએ જ તેમનો પરિચય દિવાકર ગર્ગ અને આચાર્ય જયપ્રકાશ સાથે કરાવ્યો હતો.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, આરોપીએ દાવો કર્યો હતો કે તે ખૂબ જ મજબૂત રાજકીય જોડાણ ધરાવે છે. તેમણે જગદીશ પટણીને સરકારી કમિશનમાં અધ્યક્ષ, ઉપાધ્યક્ષ કે સમાન પ્રતિષ્ઠિત પદ મળવાની ખાતરી આપી હતી. જગદીશનો વિશ્વાસ જીત્યા પછી પ લોકોના જૂથે તેની પાસેથી કથિત રીતે રપ લાખ રૂપિયા લીધા હતાં, જેમાંથી પ લાખ રૂપિયા રોકડા હતાં અને ર૦ લાખ રૂપિયા ત્રણ અલગ-અલગ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં.
ત્રણ મહિના સુધી કોઈ પ્રક્રિયા ન થતા આરોપીએ વ્યાજ સહિત પૈસા પરત કરવાનું વચન આપ્યું હતુંં. જો કે, પોલીસે જણાવ્યું હતું કે, જ્યારે જગદીશે તેના પૈસા પાછા માંગ્યા ત્યારે તેઓએ તેને ધમકાવવાનું શરૂ કર્યુ અને તેની સાથે આક્રમક વર્તન કર્યુ. જગદીશ પટણીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, છેતરપિંડી કરનારાઓએ તેમને ગેરમાર્ગે દોર્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial