Advertisement
Author: નોબત સમાચાર

બિજનૌરમાં ભયંકર દુર્ઘટનામાં દુલ્હા-દુલ્હન સહિત સાતના મૃત્યુ

એક કારે થ્રી વ્હીલરને ટક્કર મારતાઃ બે ગંભીર

બિજનૌર તા. ૧૬: બિજનૌરમાં ભયંકર દુર્ઘટનામાં દુલ્હા-દુલ્હન સહિત ૭ ના મૃત્યુ થયા છે, જ્યારે બે ગંભીર છે. નિકાહની ખુશી માતમમાં છવાઈ ગઈ છે.

ઉત્તરપ્રદેશના બિજનૌરમાં આજે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં વરરાજા સહિત ૭ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતાં. એક કારે થ્રી વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી અને તે રોડની બાજુના ખાામાં પડી હતી. ઝારખંડથી બારાત પરત ફરી રહી હતી, પરંતુ બિજનૌર પાસે અકસ્માત થયો તેથી ખુશી શોકમાં ફેરવાઈ ગઈ હતી.

આ અકસ્મતમાં બે લોકો ઘાયલ થયા છે. પોલીસે ઘાયલોને હોસ્પિટલે લઈ ગયા અને મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. મૃતકો ધામપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તિબરી ગામના રહેવાસી હતાં. મૃતકોમાં ૪ પુરુષ, ર મહિલા અને એક યુવતીનો સમાવેશ થાય છે.

આ અકસ્માત ધામપુર પોલીસ સ્ટેશન હેઠળના દેહરાદૂન-નૈનીતાલ નેશનલ હાઈવે-૭૪ ના ફાયર સ્ટેશન પાસે થયો હતો. મીડિયા રિપોર્ટસ અનુસાર બારાતને પાછળથી એક કેટા કારે ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બારાતની કાર ચાલકનું પણ મોત થયું હતું. કારમાં સવાર લોકો ઝારખંડમાં લગ્ન કરીને દુલ્હન સાથે તેમના ગામ તિબરી પરત આવી રહ્યા હતાં. મૃતકોમાં ૬પ વર્ષિય ખુર્શીદ, તેમનો પુત્ર રપ વર્ષિય વિશાલ, રર વર્ષિય પુત્રવધૂ ખુશી, ૪પ વર્ષિય મુમતાઝ, ૩ર વર્ષિય રૂબીનો સમાવેશ થાય છે.

અકસ્મતમાં દુલ્હા-દુલ્હનના ઘટના સ્થળે જ મોત થયા હતાં. પરિવારના ૬ સભ્યો ગાડીમાં મુરાદાબાદથી તેમના ગામ તિબરી પાછા જઈ રહ્યા હતાં, પરંતુ જ્યારે તેઓ ધામપુર નગીના રોડ પર ફાયર સ્ટેશન નજીક પહોંચ્યા ત્યારે તેમને પાછળથી ક્રેટા કારે ટક્કર મારી હતી. અકસ્માતમાં ઘયલ છ લોકોના સારવાર માટે હોસ્પિટલમાં જતી વખતે મોત થયા હતાં.

કારચાલક અજાબને બિજનૌર લાવવામાં આવી રહ્યો હતો ત્યારે તેનું મોત થયું હતું. અકસ્માતમાં ઘાયલ થયેલા શેરકોટના રહેવાસી સોહેલ અલ્વી અને ક્રેટા સવાર અમનની હાલત ખતરાની બહાર છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh