Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ભણતર બાબતે માઠું લાગતા વિદ્યાર્થિનીનો ગળાફાંસોઃ મોટા વાગુદળમાં મહિલાએ અગનપછેડી ઓઢીઃ
જામનગર તા. ૧૬: લાલપુરના પીપરટોડા ગામમાં માવતરે આવેલા નાંદુરી ગામના એક પરિણીતાએ ગઈકાલે અગનપછેડી ઓઢી હતી. તેણીનું સારવાર કારગત નિવડે તે પહેલા મૃત્યુ થયું છે. બીમારી ધરાવતા આ મહિલાને સાતમ, આઠમમાં માવતરે આંટો મારવા આવ્યા પછી પતિ તેડવા આવતા ન હોવાથી તેણીએ આ પગલું ભર્યાનું ખૂલ્યું છે. જ્યારે ધ્રોલના મોટા વાગુદળમાં એક મહિલાએ અકળ કારણથી અગ્નિસ્નાન કર્યા પછી તેણીનું મૃત્યુ થયું છે. ઉપરાંત ભાણવડના શેઢાખાઈ ગામમાં ભણતર બાબતે લાગી આવતા એક વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે ત્રણેય બનાવની ઉંડાણ પૂર્વકની તપાસ શરૂ કરી છે.
લાલપુર તાલુકાના પીપરટોડા ગામમાં રહેતા જયશ્રીબેન વિરમભાઈ વકાતર નામના અઠ્ઠયાવીસ વર્ષના પરિણીતાએ ગઈકાલે બપોરે પોતાના પિતાના ઘર સામે આવેલા વાડામાં જઈ શરીર પર કોઈ જવલનશીલ પ્રવાહી છાંટી દીવાસળી ચાંપી હતી.
જોતજોતામાં ભડભડ સળગી ઉઠેલા આ મહિલાને ૧૦૮ મારફતે સારવાર માટે નગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેણીનું ટૂંકી સારવાર પછી મૃત્યુ નિપજ્યું છે. મૃતકના સંબંધી ભુરાભાઈ બાવાભાઈ રાતડીયાએ પોલીસને જાણ કરી છે. લાલપુર પોલીસે તેઓનું નિવેદન નોંધ્યું છે.
નિવેદનમાં જણાવવામાં આવ્યા મુજબ આ મહિલાને છએક વર્ષથી આંચકી આવવાની બીમારી વળગી હતી. તેના કારણે તેણી શરીર પરનું સંતુલન ગુમાવી દેતા હતા અને પડી જતા હતા. બે મહિના પહેલા સાતમ-આઠમના તહેવારમાં તેઓ લાલપુરના નાંદુરી ગામથી માવતરે આંટો મારવા આવ્યા હતા. તે પછી જયશ્રીબેનને તેડી જવા માટે પતિ આવતા ન હતા. આ બાબતથી માઠું લાગી આવતા જયશ્રીબેન થોડા દિવસથી ગુમસુમ રહેતા હતા. તે દરમિયાન ગઈકાલે તેણીએ અગનપછેડી ઓઢી લીધી છે.
ધ્રોલ તાલુકાના મોટા વાગુદળ ગામમાં વસવાટ કરતા રસીકબા પ્રતાપસિંહ જાડેજા (ઉ.વ.પ૮) નામના પ્રૌઢાએ ગયા મંગળવારની રાત્રે બેએક વાગ્યે કોઈ અકળ કારણથી પોતાના શરીર પર કોઈ પ્રવાહી છાંટી અગ્નિસ્નાન કરી લીધુ હતું. તેણીને સારવાર માટે દવાખાતે લઈ જવાયા પછી ફરજ પરના તબીબે મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. સંજયસિંહ અનુભા જાડેજાએ પોલીસને જાણ કરી છે. ધ્રોલ પોલીસે અપમૃત્યુની નોંધ કરી આ મહિલાની આત્મહત્યા પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામના વાડી વિસ્તારમાં રહેતા પૂનાબેન કેશોરભાઈ મોરી (ઉ.વ.૧૮) નામના રબારી વિદ્યાર્થિનીએ અભ્યાસ બાબતે મનમાં લાગી આવતા ગઈકાલે બપોરે પોતાના ઘરે આત્મહત્યા કરી લેવાનો કઠોર નિર્ણય કરી છતમાં રહેલા પંખામાં સાડીનો કટકો બાંધી ગાળીયો બનાવ્યા પછી ગળાફાંસો ખાઈ લીધો છે. તેણીનંુ મૃત્યુ નિપજ્યું છે. નાથાભાઈ લક્ષ્મણભાઈ મોરીએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial