Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચાલીસ હજાર વૃક્ષો વાવવામાં આવશે
ખંભાળીયા તા. ૧૫: દ્વારકાથી સોમનાથ અઢીસો કિલોમીટર જેટલો નેશનલ હાઈવે આવેલો છે જે હાઈવે રમણીય છે કેમ કે રસ્તામાં અનેક સ્થળે નેશનલ હાઈવે સાથે દરિયો પણ આવે છે અને લોકો વાહનમાં બેઠા બેઠા દરિયાના દૃશ્યોની મોજ માણે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા એનજીઓ સાથે એમઓયુ કરીને આ નેશનલ હાઈવેનો વધુ હરિયાળો અને રણિયામણો કરવા પગલું ભર્યું છે.
તાજેતરમાં સદ્દભાવના વૃદ્ધાશ્રમ રાજકોટ તથા માનવ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ તથા વન અને પર્યાવરણ વિભાગ દ્વારા રોપા વાવવા અને ઉછેરવાના એમઓયુ થયા હતાં. દ્વારકાથી છેક સોમનાથ સુધી નેશનલ હાઈવેની બન્ને તરફ ઘટાદાર વૃક્ષોના છોડને વૃક્ષારોપણ કરીને ત્રણ વર્ષ સુધી ઉછેર થશે ૪૦ હજાર જેટલા રોપાઓને આવી રીતે વાવીને ઉછેરીને ત્રણ વર્ષમાં ઘટાદાર વૃક્ષ બનાવાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial