Advertisement
Author: નોબત સમાચાર

સુનિતા વિલિયમ્સ સહિતના અવકાશયાત્રીઓના જીવ જોખમમાં: સ્પેસ સ્ટેશનમાં લીકેજઃ તીરાડો

નાસાનો તપાસ રિપોર્ટ લીક થઈ જતા ઘટસ્ફોટઃ

વોશિંગ્ટન તા. ૧૬: સુનિતા વિલિયમ્સ સહિતના અવકાશયાત્રીઓ પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં તિરાડો પડી છે,અને પ૦ જગ્યાએ લીકેજ થઈ ગયું છે.

નાસા ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનને લઈને ટેન્શનમાં આવી ગયું છે. છેલ્લા પાંચ વર્ષથી આઈએસએસમાં થોડાં-થોડાં લીકેજ હતાં અને હવે આઈએસએસમાં ઓછામાં ઓછા પ૦ જગ્યાએ લીકજની સમસ્યા સર્જાઈ હોવાનું જાણવા મળે છે. આઈએસએસમાં તિરાડો પણ દેખાઈ રહી છે.

નાસાનો એક તપાસ રિપોર્ટ લીક થઈ ગયો હતો જેમાં ખુલાસો થયો કે આઈએસએસ મોટા ખતરામાં છે. સુનિતા વિલિયમ્સ સહિત અહીં રહેતા અવકાશયાત્રીઓના જીવ પણ જોખમમાં મૂકાયા છે. રશિયાએ પૃથ્વીની આસપાસ ફરતી લેબમાં માઈક્રો વાઈબ્રેશનનો પણ દાવો કર્યો છે.

નાસાનું કહેવું છે કે સ્પેસ સ્ટેશનમાંથી મોટી માત્રામાં હવા નીકળી રહી છે, જે ખતરાની ઘંટડી છે. લોકોના જીવ બચાવવા અને ઉકેલ શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મળતી માહિતી મુજબ આઈએસએસમાં છેલ્લા પાંચ વર્ષથી લીકેજની સમસ્યા છે. પ્રથમ લીક સ્પેસ સ્ટેશનમાં હાજર યવેઝદા મોડ્યુલમાંથી શરૂ થયું હતું. જે ડોકિંગ પોર્ટ તરફ દોરી જતી ટનલ છે. આ ભાગનું નિયંત્રણ રશિયાના હાથમાં છે.

જો કે નાસા અને રશિયન એજન્સી સેસકોમોસ વચ્ચે આ સમસ્યાનું સાચું કારણ શું છે તે અંગે હજુ સુધી કોઈ સહમતિ નથી બની શકી.

જાણીતા મીડિયા અનુસાર નાસાના અવકાશયાત્રી બોબ કબાનાએ કહ્યું કે સ્પેસ એજન્સીએ આ લીકેજ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કબાનાએ જણાવ્યું હતું કે લીકેજને રોકવા માટે ઓપરેશન ચલાવવાથી થોડા સમય માટે રાહત મળી શકે છે, પરંતુ તે કાયમી ઉકેલ નથી. અમેરિકા કહે છે કે આ સુરક્ષિત નથી. લીકેજ પ્રથમ વખત ર૦૧૯ માં શોધી કાઢવામાં આવ્યું હતું. આ પછી એપ્રિલ ર૦ર૪ થી, દરરોજ ૧.૭ કિલોના દરે હવા લીક થવા લાગી. સામાન્ય રીતે સાતથી દસ અવકાશયાત્રીઓ આઈએસએસમાં રહે છે.

રશિયન એન્જિનિયરોએ માઈક્રો વાઈબ્રેશન વિશે વાત કરી છે. નાસાએ આ ખતરાને ટાળવા માટે કેટલાક પગલાં લીધા છે. આ સિવાય અહીં હાજર અવકાશયાત્રીઓને પણ વધારાની સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh