Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળીયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લા ભારતીય કિસાન સંઘના પ્રમુખ એમ.ડી. ચાવડાએ જિલ્લા કલેક્ટરને રૂબરૂ મુલાકાત કરીને દ્વારકા જિલ્લામાં ખેડૂતોને શિયાળુ પાક માટે જરૂરી ખાતરની તાકીદે વ્યવસ્થા કરવા માંગ કરી છે.
તેમણે જણાવેલ કે હાલમાં શિયાળુ પાકનું વાવેતર શરૂ થઈ ગયું છે તથા પાકના વાવેતર માટે વાતાવરણ પણ કુદરતે તૈયાર કર્યું છે પણ ખેડૂતોને ખાતર ના મળતું હોવાની વ્યાપક ફરિયાદો ગામડે ગામડેથી ઉઠી છે.
ચોમાસામાં અતિવૃષ્ટિથી દ્વારકા જિલ્લાના ખેડૂતોને તકલીફ થઈ હતી તથા અતિવૃષ્ટિ પછી માવઠાથી પણ ખેડૂતોને પરેશાની થઈ પાકને નુકસાન થયું ત્યારે તેનું વળતર શિયાળુ પાક સારો કરીને ખેડૂતો લેવા તૈયાર છે ત્યારે ખાતરની અછત તકલીફરૂપ બને છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial